જામનગર: મોટાવડાળા પાસે પિતા-પુત્ર પર લાકડીઓથી હુમલો

  • November 17, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોટાવડાળા પાસે પિતા-પુત્ર પર લાકડીઓથી હુમલો

ફોન કરવાની ના પાડવાનું મનદુ:ખ કારણભુત : બે શખ્સ સામે ફરીયાદ

કાલાવડના મોટાવડાળા પાટીયાથી ગામ તરફના પુલીયા પાસેના રોડ પર લાકડીઓ વડે પિતા-પુત્ર પર હુમલો કરી ઇજા પહોચાડયાની તેમજ ધમકી દીધાની મોટાવડાળા ગામના બે શખ્સ સામે ફરીયાદ કરવામાં આવી છે. 

કાલાવડ તાલુકાના જસાપર ગામમાં રહેતા થોભણ છગનભાઇ વ‚ (ઉ.વ.૨૦) નામના યુવાને ગઇકાલે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં મોટાવડાળા ગામમાં રહેતા કિરીટ ઉર્ફે કારો દીલાભાઇ નાગસ તથા મુકેશ દીલાભાઇ નાગસની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવી હતી.

જેની વિગત મુજબ આશરે બે મહિના પહેલા આરોપી કિરીટે ફરીયાદીના પરિવારની યુવતિને ફોન કરેલ હોય જે બાબતે ફરીયાદીએ આરોપીને ફોન કરવાની ના પાડી હતી જે અંગેનું મનદુ:ખ રાખીને તા. ૧૫ના મોટાવડાળા પાટીયાથી ગામ તરફ જવાના પુલીયા પાસે ઉપરોકત બંને આરોપીઓ મોટરસાયકલમાં લાકડી સાથે ધસી આવ્યા હતા.

દરમ્યાનમાં કિરીટે ઉશ્કેરાઇને ફરીયાદીના પિતાને માથાના ભાગે લાકડીનો એક ઘા ઝીંકી દીધો હતો અને લોહીલુહાણ જેવી ઇજા પહોચાડી હતી તેમજ ફરીયાદીને લાકડીનો એક ઘા ગોઠણની નીચેના ભાગે મારી ફ્રેકચર જેવી ઇજા પહોચાડી હતી દરમ્યાન બંને આરોપીઓએ ફરીયાદીના પિતાને આડેધડ માર મારી મુંઢ ઇજા કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપીને એકબીજાને મદદગારી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application