જામનગર: ખીજડા મંદિરવાળી શેરીમાં ભંગારના વાડામાં આગ ભભૂકી

  • October 22, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: ખીજડા મંદિરવાળી શેરીમાં ભંગારના વાડામાં આગ ભભૂકી

રાત્રીના ફાયરની ટીમ દોડી ગઇ : અંદાજે ૨૫ હજારનું નુકશાન

જામનગરના ખંભાળીયા ગેઇટ પાસે ખીજડા મંદિરવાળી ગલીમાં મોડી રાત્રીના સુમારે એક ભંગારના વાડામાં અકસ્માતે આગ લાગતા દોડધામ મચી ગઇ હતી.
ભંગારના વાડામાં રાત્રીના આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, આથી તાબડતોબ ટીમ સ્થળ પર દોડી ગઇ હતી અને એક ગાડી પાણીનો મારો ચલાવીને આગને ઠારવાની કામગીરી કરી હતી. અકસ્માતે આગ લાગી હોવાનું અને આગના કારણે અંદાજે ૨૫ થી ૩૦ હજારનું નુકશાન થયાનું ફાયરના સુત્રોએ જણાવ્યુ હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application