દુષ્કાળનું પરિણામ, જામનગર જિલ્લામાં ૧૧૫ દિ’માં ૨૬.૪૧ લાખ કીલો ઘાસનો ઉપાડ

  • November 18, 2026 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દુષ્કાળનું પરિણામ, જામનગર જિલ્લામાં ૧૧૫ દિ’માં ૨૬.૪૧ લાખ કીલો ઘાસનો ઉપાડ


જામનગર જિલ્લામાં દુકાળની માઠી અસર અને પરિણામ શરૂ થઇ ગયા છે. કારણ કે, જિલ્લામાં ૧૧૫ દીવસમાં અધધધ...૨૬.૪૧ લાખ કીલો ઘાસનો ઉ૫ાડ થયો છે. જિલ્લામાં કુલ ૨૮૦૧૧ ઘાસકાર્ડ તંત્ર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા છે. જેમાં લાલપુર તાલુકામાં સૌથી વધુ ઘાસકાર્ડનો સમાવેશ થાય છે. વનવિભાગના ડેપોમાં ૨૦ લાખ કીલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદની ભારે ઘટથી પશુધારકો માટે રાહતદરે ઘાસ વિતરણ એકમાત્ર સહારો બન્યું છે. બીજી બાજુ આગામી દીવસોમાં ઘાસચારાની માંગને પહોંચી વળવું તંત્ર માટે પડકાર‚પ બનશે તેમાં બેમત નથી.

જામનગર જિલ્લામાં અ૫ૂરતો વરસાદ થતાં જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. જો કે, દુકાળની અસર તો ચોમાસાના એક મહીના બાદ જ જિલ્લામાં વર્તાઇ રહી છે. ખાસ કરીને જળસંકટના કારણે કૃષિ ક્ષેત્રને ભારે ફટકો પડયો છે. બીજી બાજુ વરસાદની ઘટથી પશુ માટે જ‚રી ઘાસચારાનો વિકટ પ્રશ્ર્ન ઉભો થયો છે. જો કે, રાજય સરકારના મહેસૂલ વિભાગના ૩૧/૭/૨૦૨૬ના ઠરાવ અનુસાર અન્ય જિલ્લાની સાથે જામનગર જિલ્લામાં ઘાસચારાની માંગણી મુજબ જ‚રિયાતમંદ પશુધારકોને રાહતદરે ઘાસચારાનું વિતરણ, સ્થાનિક કે નજીકના વન વિભાગ હસ્તકના ઘાસડેપો પાસે ઉપલબ્ધ ઘાસના જથ્થાની પ્રાપ્તિ, પરિવહન, વિતરણ અને સંગ્રહ માટે શરતોને આધીન ઘાસચારા વિતરણની જિલ્લાકક્ષાની સમિતિની રચના કરવામાં આવી છે. જેના અઘ્યક્ષ સ્થાને જિલ્લા કલેકટર, સભ્ય સચિવ તરીકે નિવાસી અધીક કલેકટર, સભ્ય તરીકે જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા વન અધિકારી, નાયબ પશુપાલન નિયામક, પ્રાદેશીક વાહન વ્યવહાર અધિકારીનો સમાવેશ થાય છે.

આ સમિતિએ નાના અને સીમાંત ખેડૂતો, જમીન વિહોણા પશુધારક, ખેતમજૂરો, માલધારીઓનું આકલન કરી પાત્રતા ધરાવતા પશુધારક દીઠ વધુમાં વધુ પાંચ પશુ માટે એક ઘાસકાર્ડ ઇસ્યુ કરવાનું રહેશે. આ ઘાસકાર્ડ ઉપર દૈનીક પશુદીઠ ૪ કીલોગ્રામ સુકો ઘાસચારો પ્રતિ કીલા રૂ. ૨ લેખે રાહતદરે વિતરણ કરવામાં આવશે. એક પશુધારક વધુમાં વધુ એક ઘાસ કાર્ડ ધરાવી શકશે અને ઘાસ કાર્ડ દીઠ વધુમાં વધુ પાંચ પશુઓ માટે દૈનીક ચાર કીલોના ધોરણે એકસાથે સાત દીવસ માટે અને વધુમાં વધુ ૧૫ દીવસ માટે જથ્થો વિતરણ કરવાનું નકકી કરાયું છે. પશુધારકોને રાહતદરે ઘાસ મળી રહે તે માટે ફોટાવાળા ઘાસકાર્ડ ઈસ્યુ કરાયા છે. જામનગર જિલ્લામાં દુષ્કાળના માઠા પરિણામ અત્યારથી જ જોવા મળી રહ્યા છે. રાહતદરે ઘાસચારાનો ઉપાડ તે તેનો બોલતો પુરવો છે. કારણ કે, જામનગર જિલ્લામાં ૧/૮/૨૦૨૬ થી ૧૬/૧૧/૨૦૨૬ સુધીમાં એટલે કે ૧૧૫ દીવસમાં કુલ ૨૮૦૧૧ ઘાસકાર્ડ ઈસ્યુ કરાયા છે. આ કાર્ડધારકોને આ સમયગાળામાં એટલે કે સવા ત્રણ મહીનામાં ૨૬૪૧૦૨૪ કીલો ઘાસનું વિતરણ રાહતદરે કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લામાં લાલપુર તાલુકામાં સૌથી વધુ ૯૩૪૮ અને સૌથી ઓછા જામનગર શહેરમાં ૫૬ ઘાસકાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલ રાહતદરે ઘાસચારાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જે આગામી દીવસોમાં પણ યથાવત રહેશે. હાલમાં એટલે કે તા.૧૭ નવેમ્બરની સ્થિતિએ વનવિભાગના ડેપોમાં ૨૦૨૩૬૯૨ કીલો ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે. વરસાદની ભારે ઘટથી પશુધારકો માટે રાહતદરે ઘાસ વિતરણ એકમાત્ર સહારો બન્યું છે. જો કે, દુષ્કાળગ્રસ્ત જામનગર જિલ્લામાં આગામી દીવસોમાં ઘાસચારાની માંગને પહોંચી વળવું તંત્ર માટે પડકાર સમાન બનશે તેમાં પણ બેમત નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application