દ્વારકામાં યાત્રાળુઓની નજર ચુકવી ચોરી કરતી ટોળકી ઝબ્બે
૬ શખ્સોની અટક કરાઇ : રોકડ, મોબાઇલ સહિત ૩.૮૧ લાખનો મુદામાલ જપ્ત
દ્વારકા દિવાળીના વેકેશન દરમ્યાન યાત્રાળુઓની નજર ચુકવીને ચોરી કરતી ગેંગના ૬ શખ્સોને પોલીસે પકડી લીધા હતા.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તેમજ દ્વારકા જીલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળા, નાયબ પોલીસ અધીક્ષક સાગર રાઠોડ દ્વારા દ્વારકા ખાતે દિવાળી વેકેશન દરમ્યાન દેશ-વિદેશથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શનાર્થે પધારતા હોય છે.
સમગ્ર દિવાળી વેકેશન દરમ્યાન શાંતીપુર્ણ અને કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે આયોજનબઘ્ધ રીતે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા જાળવવા તથા હયુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સોર્સનો મહત્તમ ઉપયોગ કરી પીક પોકેટીંગ્, ચેઇન સ્નેચીંગ તથા ચોરીઓમાં અગાઉ ઝડપાયેલ આરોપીઓના ડેટા બેઇઝ મેળવી યાત્રીકોની ભીડનો લાભ લઇ નઝર ચુકવી ચોરી કરતા શંકાસ્પદ ઇસમોને તાત્કાલી ઝડપી લઇ કડક કાર્યવાહી કરવા પીઆઇ એમ.જી. જાડેજા તથા સ્ટાફને જરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
ગત તા. ૧૧-૧૧-૨૬ના રોજથી પીએસઆઇ આર.એલ. ચોપડાની આગેવાની હેઠળ ફરજ બજાવતા સર્વેલન્સ સ્ટાફની અલગ ટીમનો રચના કરી તમામ ટીમો એકબીજાના સંકલનમાં રહી મંદીર પરિસર તથા આસપાસના વિસ્તાર જયા યાત્રાળુઓની વધુ ભીડ થતી હોય તે તમામ સ્થળોએ વોચમા રહી શંકાસ્પદ ઇસમો ઉપર સતત નજર રાખી પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી બાતમી આધારે રાજકોટ તથા રાજકોટમાં રહેતી ચોર ટોળકીના કુલ-૬ સભ્યોને કિ. ૩.૮૧ લાખના મુદમાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
દરમ્યાન સ્ટાફના એએઅસાઇ બળવંતસિંહ ચૌહાણ, એએસઆઇ રાણાભાઇ વાઘેલા તથા હરપાલસિંહ ઝાલાને સંયુકત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે દ્વારકા ટાઉનમાં તેમજ મંદિર પરિસરમાં રાજકોટથી અગાઉ ચોરી તથા ચોરી કરવાની કોશીશમાં તથા પાસા જેવા ગંભીર ગુનાઓમાં વારંવાર પકડાયેલ ઇસમો આવેલ છે, જેઓ હાલ લોકોની ભીડનો ફાયદો ઉઠાવી, નજર ચુકવી ખીસ્સામાંથી તેમજ પર્સ-પાકીટમાંથી પૈસાની ચોરી કરતા હોવાની હકીકત મળેલ જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરીને બે શખ્સને શંકાસ્પદ હાલતમાં દબોચી લીધા હતા અને પુછપરછમાં કબુલાત આપેલ કે સાથે મળી તહેવારોમાં ભીડનો લાભ લઇ પાકીટ, મોબાઇલની ચોરી કરતા હોવાનું જણાવ્યુ હતું.
પોલીસ દ્વારા રાજકોટ ભગવતીપરા-૧માં રહેતા રાજેશ ગોવિંદ મકવાણા, ભકિતનગર સર્કલ, આવાસ કવાર્ટરમાં રહેતા મેહુલ બાબુલાલ ટંકારીયા, અમરનગરના રવિ રમેશ કનોજીયા, હસનવાડીના નુરમામદ હુશેન માલાણી, ન્યુ સ્વાતી પાર્ક કોઠારીયા રોડના જીતેન્દ્રસિંહ ભુપેન્દ્રસિંહ સરવૈયા અને જુનાગઢ દોલતપરાના બાબુ મગન પરમારને પકડી લીધા હતા. રોકડા ૧.૪૦ લાખ, ૫ મોબાઇલ, ૧ કાર મળી કુલ ૩.૮૧ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
