દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી અને તુલસીજીના દિવ્ય લગ્નોત્સવની ભવ્ય ઉજવણી
ધર્મનગરી દ્વારકાના જગતપ્રસિદ્ધ જગતમંદિરમાં કારતક સુદ એકાદશી એટલે કે દેવઉઠી એકાદશીના પાવન અવસરે ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના પરંપરાગત વિધિ-વિધાન સાથે ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકાના પ્રતિષ્ઠિત એલ.આર. ગ્રુપના મુન્નાભાઈ પાબારીના યજમાનપદે યોજાયેલા આ ધાર્મિક મહોત્સવમાં ભક્તિ અને પરંપરાનો અનોખો સમન્વય જોવા મળ્યો હતો.
હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. અષાઢ સુદ એકાદશીથી ચાર માસ સુધી યોગનિદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ આ દિવસે જાગૃત થાય છે, જેને દેવપ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સાથે જ ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાં લગ્ન સહિતનાં તમામ શુભ અને માંગલિક કાર્યોનો પ્રારંભ થાય છે.
આ પ્રસંગે દ્વારકાધીશ મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસ ખાતે બિરાજમાન ગોપાલજી સ્વરૂપનો સાંજે છ વાગ્યે ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. રાણીવાસના પૂજારી વિજયભાઈ, આનંદભાઈ ઉપાધ્યાય સહિતના સેવકો દ્વારા વાજતે-ગાજતે નીકળેલો આ વરઘોડો શહેરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થઈ પુનઃ રાણીવાસ ખાતે પહોંચ્યો હતો. ત્યારબાદ રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં શ્રીજી અને તુલસીજીના લગ્નોત્સવની ધાર્મિક પરંપરા ભવ્ય રીતે નિભાવવામાં આવી હતી.
બીજી તરફ જગતમંદિરમાં પણ સાંજના ગોધૂલી સમયે નિજમંદિરમાં બિરાજમાન ઠાકોરજીના બાલસ્વરૂપના તુલસીજી સાથે શાસ્ત્રોક્ત વિધિ, મંત્રોચ્ચાર અને ધાર્મિક પરંપરા મુજબ લગ્ન સંપન્ન કરાવવામાં આવ્યા હતા. ભગવાન દ્વારકાધીશ અને તુલસીજીના આ પાવન વિવાહોત્સવના દર્શનનો લાભ લેવા દ્વારકાવાસીઓ સહિત દૂરદૂરથી આવેલા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
