જામનગરમાં ૧૩ નોનવેજ રેસ્ટોરન્ટમાં તપાસ, વેંચાણ બંધના પગલાં
જામનગરમાં મહાનગરપાલીકાની ફુડ શાખાએ તીનબતી, કાલાવડ નાકા બહાર, હર્ષદમીલની ચાલી વિસ્તારમાં દરોડા પાડી ૧૩ નોનવેજ રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતીે. જેમાં અરેબીયન ચીકન શોપમાં સફાઇના અભાવે વેંચાણ બંધ કરાવાયું હતું, તો કાફે પેરેડાઇઝ રેસ્ટોરન્ટને નોટીસ ફટકારવામાં આવી હતી. જયારે આશા બેકર્સમાં ા.૧૪૦૦ના અનહાઇજેનીક જથ્થાનો નાશ કરાયો હતો.
જામનગરમાં ખાધપદાર્થોમાં ભેળસેળના દૂષણે માઝા મૂકી છે. આથી જન આરોગ્ય પર સતત જોખમ ઝંળુબી રહ્યું છે. શહેરમાં કયાં સ્થળે શુઘ્ધ અને સાત્વીક ભોજન તથા નાસ્તો મળશે તે શહેરીજનો માટે એક સળગતો સવાલ બન્યો છે. બીજી બાજુ શહેરીજનોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ખાણીપીણીના એકમો સામે ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગતર ગઇકાલે શહેરના તીનબત્તી વિસ્તાર, કાલાવડ નાકા અને હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં આવેલા આશરે ૧૩ નોનવેજ રેસ્ટોરન્ટની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કાફે પેરેડાઇઝ રેસ્ટોરન્ટને જરી સુધારા કરવા ઇમ્પ્રૂવમેન્ટ નોટિસ આપવામાં આવી હતી, જ્યારે અન્ય અરેબીયન ચીકન કમ બીરીયાની રેસ્ટોરન્ટમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળતાં તેનું વેચાણ બંધ કરાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના કુલ ચાર નમૂના લેવામાં આવ્યા હતા, જે ચકાસણી માટે જામનગર મહાનગરપાલિકાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત અંદાજે ૧,૦૬૦ની કિંમતનો ચાર કિલો વાસી ખોરાક મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
બીજી તરફ, મળેલી ફરિયાદના આધારે લીમડાલાઇનમાં આવેલા સિદ્ધનાથ ફૂડ ઝોન અને દીગ્વીજય પ્લોટ વિસ્તારમાં આવેલા આશા બેકર્સ ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ૩.૬ કિલો ખારી તથા ૧૨ કિલો બટેટાનો મસાલો મળી કુલ ૧૫.૬ કિલો ખાદ્યપદાર્થો બિનઆરોગ્યપ્રદ અને અસ્વચ્છ સ્થિતિમાં મળી આવ્યા હતા. અંદાજે ૧,૪૦૦ની કિંમતના આ ખાદ્યપદાર્થોનો પણ સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની ફૂડ શાખાની એક દિવસની કામગીરી દરમિયાન કુલ ૧૯.૬ કિલો જેટલા વાસી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો નાશ કરવામાં આવ્યો હતો તથા ચાર નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. શહેરમાં ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું પાલન થાય તે માટે ફૂડ શાખા દ્વારા તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.