જામનગર આરએસઓ-જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને આંતરરાષ્ટ્રીય આઈએસઓ પ્રમાણપત્રો એનાયત

  • November 18, 2026 01:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર આરએસઓ-જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને આંતરરાષ્ટ્રીય આઈએસઓ પ્રમાણપત્રો એનાયત

પીજીવીસીએલના જામનગર સર્કલને ગૌરવપૂર્ણ સિદ્ધિ: ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન અને ગ્રાહક ફરિયાદ નિવારણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય માન્યતા

પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ)ના જામનગર વર્તુળ કચેરી હેઠળ કાર્યરત રિજનલ સ્ટોર ઓફિસ (આર.એસ.ઓ.), જામનગર તથા જામજોધપુર ડિવિઝનલ સ્ટોરને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા વ્યવસ્થાપન ધોરણ આઈએસઓ ૯૦૦૧:૨૦૧૫ અને ગ્રાહક ફરિયાદ નિવારણ તથા સંતોષ વ્યવસ્થાપન ધોરણ આઈએસઓ ૧૦૦૦૨:૨૦૧૮ અંતર્ગત પ્રમાણપત્રો પ્રાપ્ત થતાં પીજીવીસીએલના જામનગર સર્કલ માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ થઈ છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર ચુડાસમા દ્વારા જામનગર વર્તુળ કચેરીની કામગીરીની વિશેષ પ્રશંસા કરવામાં આવી હતી. આ પ્રમાણપત્રોની પ્રાપ્તિથી બંને સ્ટોરની કામગીરીમાં ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન, કાર્યપદ્ધતિમાં પારદર્શિતા, સુવ્યવસ્થિત દસ્તાવેજીકરણ, કાર્યક્ષમતા તેમજ ગ્રાહક સંતોષ પ્રત્યેની પ્રતિબદ્ધતાને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળી છે.
​​​​​​​
આ સિદ્ધિ હાંસલ કરવામાં જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચ.ડી. વ્યાસનું સતત માર્ગદર્શન, ચીફ એન્જિનિયર બી.ડી. પરમારની પ્રેરણા તથા ચીફ એન્જિનિયર  વાય.આર. જાડેજાનો સહકાર મહત્વપૂર્ણ રહ્યો છે. આ ઉપરાંત, આર.એસ.ઓ. જામનગર તથા જામજોધપુર ડિવિઝનલ સ્ટોરના તમામ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, ટીમવર્ક, સમર્પણ અને સતત પ્રયત્નોનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો છે.

આ પ્રમાણપત્રોની પ્રાપ્તિથી જામનગર સર્કલની કામગીરીને નવી ઓળખ મળી છે. સાથે જ ભવિષ્યમાં પણ ગુણવત્તાયુક્ત સેવાઓ, કાર્યક્ષમ વહીવટ, પારદર્શિતા અને ગ્રાહક સંતોષના ક્ષેત્રે વધુ સારી કામગીરી કરવા માટે પ્રેરણા પ્રાપ્ત થશે. પીજીવીસીએલ જામનગર સર્કલ માટે આ સિદ્ધિ માત્ર પ્રમાણપત્રોની પ્રાપ્તિ નહીં, પરંતુ ગુણવત્તા અને સતત સુધારણા પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બની છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application