ખંભાળીયામાં દાગીના ચોરીનો ભેદ ઉકેલાયો : બે શખ્સની કરાતી ધરપકડ
સોના-ચાંદીના ઘરેણા, રીક્ષા સહિત ૭.૯૦ લાખનો મુદામાલ કબ્જે લેવાયો
ખંભાળીયા પોલીસ સ્ટેશન દ્વારા દાગીના ચોરીનો વણશોધાયેલ ગુનો ગણતરીમાં શોધી કાઢી બે આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, ચોરાઉ દાગીના અને ઉપયોગ કરેલ રીક્ષા મળી ૭.૯૦ લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા દ્વારકા એસપી જયરાજસિંહ વાળાએ જીલ્લામાં બનતા મિલકત સબંધી ગંભીર પ્રકારના ગુનાઓ અંગે સચોટ તપાસ કરી અનડીટેકટ ન રહે તે માટે અસરકારક કાર્યવાહી કરવા સુચનાઓ આપતા, ફરીયાદીના ભાડાના મકાનના તાળા તોડી અંદરથી અલગ અલગ કિંમતના દાગીના મળી ૩.૯૦ લાખના મુદામાલની ચોરીનો બનાવ વણશોધાયેલ હોય જે અનુસંધાને ખંભાળીયા મદદનીશ પોલીસ અધીક્ષક પ્રખરકુમાર, પીઆઇ સી.આર. રાણાએ આરોપીઓને પકડી પાડવા માટે પીએસઆઇ વી.આર. વસાવાને માર્ગદર્શન આપા સર્વેલન્સ સ્ટાફના માણસો આરોપીને શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન સ્ટાફના પીએસઆઇ વસાવા દ્વારા સર્વેલન્સ સ્ટાફ સાથે નેત્રમના સીસીટીવી કેમેરા તથા બનાવ સ્થળ આસપાસના કેમેરા ચેક કરતા તેમજ બનાવવાળી જગ્યાની આજુબાજુના વાહનો પર જરૂરી વર્કઆઉટ કરી ટેકનીકલ એનાલીસીસ અને હયુમન સોર્સની મદદથી તપાસ કરતા એએસઆઇ વિરેન્દ્રસિંહ, હરપાલસિંહ, પો.કોન્સ જેઠાભાઇ તથા સામતભાઇને ચોકકસ ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનના ઉપરોકત ગુનાના કામે ખંભાળીયાના સંજયનગરમાં રહેતા લખન ઉર્ફે લખમણ ભરત પરમાર અને ખંભાળીયા શકિતનગર ખોડીયાર ચોકમાં રહેતા કિશન ઉર્ફે પાંચો કાનજી બગડાને પકડી લીધા હતા. તેમજ બે કાયદાથી સંઘર્ષીત કિશોરની અટક કરાઇ હતી.
પોલીસ દ્વારા સોનાનો હાર, ૧ વીંટી, ૨ ચેઇન, ચાંદીની ઝાંઝરી, ગુનામાં ઉપયોગ કરેલ રીક્ષા નં. જીજે૩૭યુ-૨૨૦૯ અને ૨ મોબાઇલ મળી કુલ ૭.૯૦ લાખનો મુદામાલ કબ્જે લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર
November 27, 2026 12:42 PMદેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે
November 27, 2026 12:35 PM૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો
November 27, 2026 12:19 PMજામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ
November 27, 2026 12:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
