રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા મુસાફરોને મોબાઇલ ફોન તેમજ ઑડિયો ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ
સહમુસાફરોની સુવિધા માટે ઇયરફોન/હેડફોનનો ઉપયોગ કરવા અને મોટેથી વાતચીત કરવાનું ટાળવા અનુરોધ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન રેલવે પ્રશાસને મુસાફરોને અપીલ કરી છે કે તેઓ સહમુસાફરોની સગવડ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેનો તથા રેલવે પરિસરમાં મોબાઇલ ફોન તેમજ ઑડિયો ઉપકરણોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે.
મુસાફરોને અનુરોધ કરવામાં આવે છે કે તેઓ મોબાઇલ ફોન પર સ્પીકર મોડમાં સંગીત અથવા વિડિયો ન વગાડે અને ઑડિયો સામગ્રી સાંભળવા માટે ઇયરફોન કે હેડફોનનો ઉપયોગ કરે. આ સાથે જ, મુસાફરી દરમિયાન અથવા રેલવે પરિસરમાં મોટેથી વાતચીત કરવાનું ટાળે, જેથી અન્ય મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
મુસાફરોને જાણ કરવામાં આવે છે કે સ્પીકર મોડ પર મોટેથી સંગીત કે વિડિયો વગાડવો અથવા મોબાઇલ ફોન પર ઊંચા અવાજે વાતચીત કરીને સહમુસાફરોને અસુવિધા પહોંચાડવી, રેલવે અધિનિયમ અંતર્ગત ઉપદ્રવી વર્તનની શ્રેણીમાં આવી શકે છે. આવા કિસ્સાઓમાં રેલવે અધિનિયમ, 1989 ની કલમ 145 ની લાગુ જોગવાઈઓ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. આ અંતર્ગત ₹1,000/- સુધીનો દંડ તેમજ અન્ય નિર્ધારિત દંડાત્મક કાર્યવાહીની જોગવાઈ છે. અધિકૃત રેલવેકર્મી દ્વારા મનાઈ કરવા છતાં આવું વર્તન ચાલુ રાખવા પર નિયમ મુજબ આગળની કાર્યવાહી પણ થઈ શકે છે.
રાજકોટ ડિવિઝન રેલવે પ્રશાસન તમામ મુસાફરોને અપીલ કરે છે કે તેઓ રેલ પ્રવાસ દરમિયાન સામાન્ય શિષ્ટાચારનું પાલન કરે તેમજ સહમુસાફરોની સુવિધા અને સગવડનું સન્માન કરે.
મુસાફરોના સહયોગથી રેલ મુસાફરીને સૌના માટે સુખદ, શાંતિપૂર્ણ અને સુવિધાજનક બનાવી શકાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMવધુ એક યુદ્ધ? બ્રિટને એક લાખ પૂર્વ સૈનિકોને તૈયાર રહેવા સંદેશ મોકલ્યો
November 27, 2026 01:19 PMરાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી મારી નાખવી છે: પરિણીતાને ધમકી
November 27, 2026 01:16 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
