બરડામાં ૨૬ સિંહનો કાયમી વસવાટ, જંગલ સફારી બન્યું પ્રવાસીઓનું ફેવરીટ
રોમાંચક સફર: સાસણ ગીર બાદ ૧૩ કીમીમાં પથરાયેલું બરડા જંગલ સફારી પ્રકૃતિના ખોળે સિંહને નિહાળવાનું અદૂભત પ્રવાસન સ્થળ બન્યું, સિંહને અનૂકૂળ વાતાવરણ અને રહેઠાણ મુખ્ય કારણ
મોટાભાગના પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળતા આનંદ: જંગલ સફારીમાં પ્રદૂષણ ન થાય તે માટે ખાધ અને પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ લઇ જવા પર પ્રારંભથી જ પ્રતિબંધ
દેવભૂમિ દ્રારકા અને પોરબંદર બંને જિલ્લામાં પથરાયેલા બરડા ડુંગરમાં ૨૬ સિંહના કાયમી વસવાટથી જંગલ સફારી પ્રવાસીઓનું ફેવરીટ બન્યું છે. સાસણ ગીર બાદ બરડા ડુંગરમાં ૧૩ કીલોમીટરમાં પથરાયેલું બરડા જંગલ સફારી પ્રકૃતિના ખોળે સિંહને નિહાળવાનું અદભૂત પ્રવાસન સ્થળ બન્યું છે. સિંહને અનુકૂળ વાતાવરણ અને રહેઠાણ મુખ્ય કારણ હોય મોટાભાગના પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળતા જંગલ સફારીની સફર રોમાચંક બની રહે છે. જંગલ સફારીમાં પ્રદૂષણ ન થાય તે માટે ખાધ ચીજવસ્તુઓ લઇ જવા પર પ્રારંભથી જ વનવિભાગ દ્રાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
જૂનાગઢ જિલ્લાના સાસણગીર અને અન્ય ગ્રામ્યવિસ્તારો બાદ બરડા ડુંગર સિંહનું આશ્રયસ્થાન બન્યું છે. બરડા ડુંગરમાં સિંહનો સંખ્યા સમયાતંરે વધતા વનવિભાગ દ્વારા મસમોટા ખર્ચે બરડા જંગલ સફારી બનાવામાં આવ્યું છે. વર્ષ-૨૦૨૪ના ઓકટોબર મહીનામાં બરડા જંગલ સફારી પ્રવાસીઓ માટે વિધિવત ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વર્ષ-૨૦૨૬ એટલે કે બે વર્ષના સમયગાળામાં બરડા જંગલ સફારી સાસણગીર બાદ સિંહ દર્શન માટે પ્રવાસીઓનું હોટ ફેવરીટ પ્રવાસન સ્થળ બન્યું છે. કારણ કે, ૧૯૨ કીલોમીટરમાં પથરાયેલા બરડા ડુંગરમાં અનૂકૂળ વાતાવરણ અને રહેઠાણના કારણે હાલમાં ૨૬ સિંહ કાયમી વસવાટ કરી રહ્યા છે. આથી પ્રકૃતિના ખોળે પ્રવાસીઓ સિંહ નિહાળી શકે તે માટે બરડા જંગલ સફારીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
બરડા જંગલ સફારીનો વિસ્તાર ૧૩ કીલોમીટર છે. જેનો પ્રારંભ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાાણવડ તાલુકાના કપૂરડી નેસથી થાય છે અને પોરબંદરના રાણાવાવ તાલુકાના અજમાપાટ ખાતે પૂર્ણ થાય છે. એટલ કે અજમાપાટથી પુન: ટર્ન લઇ ભાણવડના કપૂરડી નેસ પરત આવવું પડે છે. આમ બરડા જંગલ સફારીમાં જવાનું ૧૩ અને પરત ફરવાનું ૧૩ મળી કુલ ૨૬ કીલોમીટરનો પ્રવાસ થાય છે. બરડા ડુંગરમાં અનૂકૂળ અને ભયમુકત વાતાવરણ તથા યોગ્ય રહેઠાણ, ખોરાક મળી રહેતા સિંહ મુકતમને વિચરણની સાથે વસવાટ પણ કરી રહ્યા છે. જેના કારણે, બરડા જંગલ સફારીમાં મુલાકાતે આવતા મોટાભાગના પ્રવાસીઓને સિંહ દર્શનનો લ્હાવો મળતા રોમાંચની સાથે આનંદની લાગણી અનુભવે છે. તાજેતરમાં દીવાળીના વેકેશનમાં ૮ દીવસમાં કુલ ૩૭૦ પ્રવાસીઓએ બરડા જંગલ સફારીની મુલાકાત લીધી હતી. બરડા જંગલ સફારીમાં પ્રકૃતિના અદભૂત સૌંદર્ય વચ્ચે સિંહ દર્શનથી પ્રવાસીઓની સંખ્યા દીન-પ્રતિદીન વધી રહી છે.બરડા જંગલ સફારીમાં પ્રદૂષણ ન ફેલાય તે માટે પ્રારંભથી પ્લાસ્ટીકની કોથળી અને ખાધ ચીજવસ્તુઓ લઇ જવા પર વનવિભાગ દ્રારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
અન્ય પ્રાણી, પશુનો વસવાટ, વનસ્પતિ અને વૃક્ષોની હરિયાળી
બરડા ડુંગર અને જંગલ સફારીમાં સિંહની સાથે અન્ય પ્રાણી અને પશુનો વસવાટ ૫ણ છે. જેમાં દીપડા, ઝરખ, સાંભર, નીલગાય, હરણ, મોર અને જંગલી ભૂંડનો સમાવેશ થાય છે. તદઉપરાંત વનસ્પતિ અને વૃક્ષોની હરીયાળી પણ અખૂટ છે. જેમાં રાયણ, હરમો, ગોરડ, કરમદા, ટીમરૂ, જાંબુ, માલણ અને અન્ય વનસ્પતિ અને વૃક્ષોનો સમાવેશ થાય છે.
ચોમાસાના ચાર મહીના બરડા જંગલ સફારી બંધ રહે છે
રાજયના અન્ય અભ્યારણ્યની સાથે બરડા જંગલ સફારી પણ ચોમાસાના ચાર મહીના બંધ રહે છે. સામાન્ય રીતે દર વર્ષે ૧૫ જૂનથી ૧૫ ઓકટોબર સુધી બરડા જંગલ સફારી બંધ રહે છે. ત્યારબાદ પુન: જંગલ સફારી પ્રવાસીઓ માટે ખુલે છે. ચોમાસામાં વરસાદ બાદ હરિયાળી અને વનરાજી સાથે જંગલ સફારીમાં સિંહ દર્શન ખરેખર એક અદભૂત લ્હાવો બની રહે છે.
રૂ.૨૨૦૦ ચાર્જ, કેમેરાના રૂ.૧૦૦ ચૂકવવા પડે છે
બરડા જંગલ સફારીની મુલાકાતે આવતા પ્રવાસીઓને રૂ.૨૨૦૦ ચાર્જ અને કેમેરો લઇ જવો હોય તો રૂ.૧૦૦ ચૂકવવા પડે છે. રૂ.૨૨૦૦ના ચાર્જમાં રૂ.૧૪૦૦ જંગલ સફારીમાં આવાગમન માટે જીપ્સી વાહનના, રૂ.૪૦૦ વનવિભાગની પરમીટના અને રૂ.૪૦૦ ગાઇડના ચાર્જનો સમાવેશ થાય છે. એક જીપ્સીમાં ૫ થી ૬ વ્યકિત જઇ શકે છે. પીવાનું પાણી વનવિભાગ દ્વારા આપવામાં આવે છે. બરડા જંગલ સફારીનો સમય ૨૮ ફેબ્રુઆરી સુધી સવારે ૭ થી ૧૦ અને બપોરે ૩ થી ૬ નો ૧ માર્ચ બાદ સવારે ૬ થી ૯ અને સાંજે ૪ થી ૭ નો રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર
November 27, 2026 12:42 PMદેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે
November 27, 2026 12:35 PM૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો
November 27, 2026 12:19 PMજામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ
November 27, 2026 12:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
