ગંદકીથી ખદબદતું ખંભાળિયા: નર્કાગાર જેવી હાલત
૨૫ દિવસના ઉપવાસ બાદ છેલ્લા ચાર દિવસથી ૨૦૦ સફાઇ કર્મીઓ હડતાળ પર: તંત્રની આર્થિક કંગાળિયત વચ્ચે પ્રજા ત્રાહિમામ
ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારોના પડતર પ્રશ્નો અને બે વર્ષ પહેલાં થયેલા સમાધાનનો તંત્ર દ્વારા કોઈ અમલ ન કરવામાં આવતા હવે શહેરની પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે. અગાઉથી જાણ કર્યા બાદ સફાઈ કામદારો દ્વારા નગરપાલિકા કચેરી ખાતે પચીસેક દિવસ પહેલાં પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું, જે ત્યારબાદ છેલ્લા દસ દિવસથી આમરણાંત ઉપવાસમાં ફેરવાયું હતું. આ ઉપવાસ દરમિયાન એક-બે આંદોલનકારીઓની તબિયત લથડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ ખસેડવાની ફરજ પડી હતી. આમ છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર નિરાકરણ ન આવતા અંતે ગુજરાત સફાઈ કર્મી મહામંડળના રાજ્ય મહામંત્રી રમેશ વાઘેલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચાર દિવસથી પાલિકાના ૧૫૦ થી ર૦૦ જેટલા સફાઈ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે, જેના કારણે શહેરની સફાઈ અને ગટર વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.
સફાઈ કર્મચારીઓની ચાર દિવસની હડતાળના પગલે સમગ્ર ખંભાળિયા શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ ખડકાયા છે અને છલકાતી ગટરોના કારણે શહેરની દશા દયનીય બની ગઈ છે. શહેરના હાર્દસમા વિસ્તારો જેવા કે નગરગેઇટ, જોધપુર ગેઇટ અને મુખ્ય બજાર સહિતના માર્ગો પર કચરાના મોટા ઢગલા થઈ ગયા છે. બીજી તરફ, ગટરોમાં કચરો ભરાઈ જવાના કારણે ગંદા અને દુર્ગંધયુક્ત પાણી દરરોજ મુખ્ય રસ્તાઓ પર ફરી વળે છે, જેનાથી રાહદારીઓ અને વાહનચાલકોને રસ્તા પર ચાલવું પણ દુષ્કર બની ગયું છે. રોગચાળો ફાટી નીકળવાની દહેશત વચ્ચે સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકોએ તાકીદે આ સમસ્યાનો ઉકેલ લાવી ગંદકીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા ઉગ્ર માંગ કરી છે, તેમજ અનેક સ્થળોએ લોકો દ્વારા સામૂહિક વિરોધ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે.
બીજી તરફ, આ ગંભીર પરિસ્થિતિને થાળે પાડવા માટે નગરપાલિકાના પદાધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા દોડધામ શ કરવામાં આવી છે. ચીફ ઓફિસર રાહુલ કરમુર દ્વારા પ્રાદેશિક નગરપાલિકા નિયામક તથા પ્રદેશ પાલિકા અધિકારી ડોડીયાના માર્ગદર્શન હેઠળ નાણાંપંચની ગ્રાંટ તેમજ સ્પેશ્યલ શહેર સ્વચ્છતા ગ્રાંટમાંથી ૫૦-૫૦ જેટલા નવા સફાઈ કામદારોની ભરતી કરીને સફાઈની કામગીરી પુન: શ કરવા પ્રયાસો હાથ ધરાયા છે. નગરપાલિકા પ્રમુખ વિજય કણઝારીયા દ્વારા પણ તાકીદે સર્ક્યુલર ઠરાવ કરીને જરૂરી વહીવટી કાર્યવાહી કરવામાં આવી છે. જોકે, આ સમગ્ર વિવાદ પાછળ નગરપાલિકાની અત્યંત ખરાબ આર્થિક સ્થિતિ જવાબદાર હોવાનું સામે આવ્યું છે, કારણ કે પાલિકા પાસે સ્વભંડોળની ગ્રાંટ જ ન રહી હોવાથી નિવૃત્ત કર્મચારીઓના હક્ક-હિસ્સાની રકમ પણ ચૂકવી ન શકાય તેવી કફોડી હાલત ઊભી થઈ છે, જેના કારણે તંત્ર અને કર્મચારીઓ વચ્ચેનો આ સંઘર્ષ વધુ પેચીદો બન્યો છ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
