જામનગરમાં પાપા લુઇસ પીત્ઝામાં સફાઇનો અભાવ, ૩૦૦૦નો દંડ

  • November 20, 2026 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં પાપા લુઇસ પીત્ઝામાં સફાઇનો અભાવ, ૩૦૦૦નો દંડ 

ગ્રીન સીટી પાસે આવેલી શાખામાં મનપાની ફુડશાખાની તપાસ

બળેલા પીત્ઝાની ગ્રાહકની ફરિયાદના પગલે કાર્યવાહી 

જામનગરમાં ગ્રીન સીટી પાસે આવેલી પાપા લુઇસ પીત્ઝામાં મનપાની ફુડ શાખાએ તપાસ કરતા યોગ્ય સફાઇનો અભાવ જોવા મળતા રૂ.૩૦૦૦નો દંડ ફટકાર્યો હતો. બળેલા પીત્ઝાની ગ્રાહકની ફરિયાદના પગલે ફુડ શાખાએ તપાસ હાથ ધરી હતી.

​​​​​​​જામનગરમાં ગ્રીન સીટી પાસે આવેલી પાપા લુઇઝ પીત્ઝામાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહકે કોરીયન પીત્ઝા મંગાવ્યો હતો. જેમા બળેલું જી‚ આવતા ગ્રાહકને મનપાની ફુડશાખામાં ફરિયાદ કરી હતી. જેના અનુસંધાને ફુડશાખાએ આજ સવારે  પાપા લુઇસ પીત્ઝામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન અનહાઇજેનીક એટલે કે યોગ્ય સફાઇનો અભાવ જણાતા ફુડ શાખા દ્વારા રૂ.૩૦૦૦નો દંડ ફટકારવામાં આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application