જામજોધપુર: સીદસરની સીમમાં દીપડાના આટાફેરા

  • November 20, 2026 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામજોધપુર: સીદસરની સીમમાં દીપડાના આટાફેરા

વાછરડીનું કર્યુ મારણ:ગ્રામજનોમાં ભયનો માહોલ

જામજોધપુર તાલુકાના સીદસર ગામની સીમમાં દીપડાએ દેખા દીધી છે અને એક વાછરડીનું મારણ કરી નાખતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહયો છે,આ બાબતે પૂર્વ સરપંચ ભરતભાઇ માકડીયા દ્વારા જામજોધપુર   રેન્જ ફોરેસ્ટ ઓફીસરને પત્ર પાઠવીને તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યુ છે.

વિસ્તૃત પત્રમાં જણાવ્યું છે,કે સીદસર ગામની સીમમાં છેલ્લા ધણા સમયથી દીપડો જોવા મળી રહયો છે,જેના કારણે ખેડૂતો, માલધારીઓમાં ભયનો માહોલ ઉભો થયો છે,બે દીવસ પહેલા સંકુલની આસપાસ વાછરડીનું મારણ કર્યુ હતુ  હાલમાં દીપડો ઉમરલા વિસ્તાર બાજુ ઉમિયા સાગરની પાળી પાસે ગામનાં ખેડુતે જોયેલ હતો,આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરીને ગ્રામજનોને ભયજનક સ્થિતી દુર કરવા અપીલ કરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application