ભાણવડની મેઇન પોસ્ટ ઓફિસમાં ગોબાચારી: એજન્ટો-મહિલાઓમાં રોષ
કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને રોકાણ કરવા પર અવરોધ: બારોબાર રોકાણ કરવાની સલાહ આપતા હોવાનો આક્ષેપ
ભાણવડની પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓ દ્વારા કેટલાક વિરોધી કાર્યો કરવામાં આવી રહ્યા છે. તેને લઇને બચતપત્રોનું કામ કરતા એજન્ટોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ ઓફિસના કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને બચત ખાતામાં રોકાણ કરવા પર યેનકેન પ્રકારે અવરોધ લાવી બારોબાર રોકાણ કરવાની સલાહ પણ આપવાના આરોપો લગાડવામાં આવ્યા છે. તદઉપરાંત મહિલાઓને બારી પાસે લાંબા સમય સુધી ઉભા રાખવામાં આવે છે. જેના કારણે ભાણવડવાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે બાબતને લઇને બચતપત્રોનું કામ કરતા એજન્ટો દ્વારા જામનગર સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત પત્ર પાઠવી જાણ કરાઇ છે.
ભાણવડની મેઇન પોસ્ટ ઓફિસમાં કહેવાતી ગોબાચારી સામે બચતપત્રનું કામ કરતા એજન્ટોમાં રોષની લાગણી ફેલાઇ છે. આ બાબતને લઇને બચતપત્રોનું કામ કરતા એજન્ટો સંયુકત રીતે સહીઓ કરી જામનગર ખાતે સુપ્રિન્ટેન્ડન્ટને લેખિત ફરિયાદ કરી છે.પત્રમાં જણાવ્યું છે કે ભાણવડ પોસ્ટ ઓફિસમાં કામ કરતા ચોક્કસ કર્મચારીઓ પાસે જયારે ગ્રાહક મોટી રકમ જમા કરાવવા આવે છે ત્યારે કહેવાતા કર્મચારીઓ દ્વારા તેમને સીધી રીતે પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવા દેતા નથી અને યેનકેન પ્રકારે ઉલટુ-સુલટુ સમજાવી પોતાના અંગત ફાયદા અને કમિશનની લાલચે બારોબાર રોકાણ કરવાની સલાહ આપતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કરાયો છે. ઉપરાંત પત્રમાં કહેવાતા કર્મચારીઓ મહિલા એજન્ટોને પણ પરેશાન કરે છે. બીન જરૂરી રીતે વહીવટી કાર્યમાં અવરોધ ઉભા કરી બારી પાસે લાંબા સમય સુધી ઉભા રાખે છે જેના કારણે મહિલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે તેમજ બચતપત્રોનું કામ કરતા એજન્ટો પોતાના હસ્તક ગ્રાહકોનું બચત ખાતુ ખોલાવવા માટે કચેરીએ જતા હોય ત્યારે કહેવાતા કર્મચારીઓ અખાડા કરતા હોય છે. તેમજ જરૂરી ચેકબુક આપવામાં પણ વિલંબ કરે છે. જેના કારણે એજન્ટો અને ગ્રાહકો વચ્ચે રકઝક થતી રહે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર
November 27, 2026 12:42 PMદેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે
November 27, 2026 12:35 PM૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો
November 27, 2026 12:19 PMજામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ
November 27, 2026 12:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
