જામનગરમાં એમડી પાવડર સાથે એક શખ્સ ઝડપાયો
ડ્રગ્સ, કાર, રોકડ અને ઇન્જેક્શન સહિત ૫.૪૯ લાખનો મુદ્દામાલ કબજે
જામનગર શહેરમાં યુવાધનને નશાના દૂષણથી બચાવવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા નો ડ્રગ્સ ઇન જામનગર અભિયાન અંતર્ગત સીટી એ ડિવિઝન પોલીસને સફળતા મળી છે. પ્રદર્શન ગ્રાઉન્ડ શાકમાર્કેટ પાસે કારમાં નશીલા પદાર્થનું વેચાણ કરતા શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેની પાસેથી રૂ. ૪૧,૯૦૦ની કિંમતનો મેફેડ્રોન (એમ.ડી.) પાવડર, કાર, મોબાઇલ, રોકડ રકમ તથા ઇન્જેક્શન સહિત કુલ ૫,૪૯,૭૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. તપાસ દરમ્યાન રાજસ્થાનના સાચોરના એક શખ્સનું નામ ખુલવા પામ્યુ છે.
રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત જામનગરના એસપી ડો. રવિ મોહન સૈની અને ડીવાયએસપી જયવીરસિંહ એન. ઝાલાની સૂચનાથી સીટી એ ડિવિઝન પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ કાનાણી અને યોગેન્દ્રસિંહ સોઢાને બાતમી મળી હતી કે, ધરાનગર-૨ વિસ્તારમાં રહેતો અને મૂળ બેડીનો શબીરભાઈ ઉર્ફે ભડાલો ઝકરભાઈ ચંગડા (ઉં.વ. ૪૩), પોતાની સફેદ બ્રેઝા કારમાં એમ.ડી. પાવડરનું વેચાણ કરી રહ્યો છે.
બાતમીના આધારે પ્રદર્શન ગ્રાઉન્ડ શાકમાર્કેટના ખૂણે, મીગ કોલોનીથી નવા બસ સ્ટેન્ડ તરફના માર્ગ પર પોલીસ ટીમે વોચ ગોઠવી દરોડો પાડ્યો હતો. પી.આઈ. વી.એમ. ડોડીયા અને પી.એસ.આઈ. ડી.જી. રામાનુજના માર્ગદર્શન હેઠળ પોલીસે શબીર ઉર્ફે ભડાલો ચંગડા રહે. ધરારનગર-૨, ત્રણમાળીયા આવાસ, બ્લોક નં. ૨ને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન તેની પાસેથી ૪.૧૯ ગ્રામ મેફેડ્રોન પાવડર, જેની કિંમત રૂ. ૪૧,૯૦૦ થાય છે, ઉપરાંત રૂ. પાંચ લાખની બ્રેઝા કાર નં. જીજે૧૦ડીઆર-૫૮૪૨, ત્રણ સિરીંજ સાથેનાં ઇન્જેક્શન, પાંચ હજારનો મોબાઇલ ફોન અને ૨,૮૫૦ રોકડા મળી આવ્યા હતા. આમ, કુલ ૫,૪૯,૭૫૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. તપાસ દરમ્યાન રાજસ્થાનના સાચોરના શારૂખ ઉર્ફે મારાજની સંડોવણી ખુલી હતી.
આ બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૨(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
ઝડપાયેલા શબીર ઉર્ફે ભડાલા સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૮થી ૨૦૨૪ દરમિયાન દારૂ અને જુગારધારા હેઠળ કુલ ૨૦ જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
