જામનગર: વાંકીયા ગામની સીમમાં વિદેશી દારૂ સાથે એમપીનો શખ્સ ઝડપાયો
ધ્રોલ પોલીસના દરોડામાં દારૂના ૧૭ ચપટા કબ્જે
ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની સીમમાં આવેલી એક વાડી પાસે વિદેશી દારૂ સાથે ઊભેલા મધ્યપ્રદેશના શ્રમિકને પોલીસ પોલીસે ઝડપી લીધો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, ધ્રોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વાંકીયા ગામ નજીક પેટ્રોલિંગમાં હતો, ત્યારે ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે વાંકીયા ગામની સીમમાં પરષોત્તમભાઈની વાડીમાં રહેતો નહેરુભાઈ પાંગલાભાઈ ગણાવા વિદેશી દારૂ સાથે ઊભો છે. જેના આધારે પોલીસે પંચોને સાથે રાખી દરોડો પાડ્યો હતો.
દરમિયાન વાડીના શેઢા પાસે પ્લાસ્ટિકના થેલા સાથે ઊભેલા નહેરુભાઈ પાંગલાભાઈ ગણાવા (ઉ.વ. ૩૫, મૂળ રહે. આમખૂટ ગામ, મધ્યપ્રદેશ)ની તપાસ કરતાં તેની પાસેથી દારૂના ચપટા નંગ ૧૭ જેની કિંમત ૧,૭૦૦ થાય છે, તે કબજે કરી હતી. દારૂ રાખવા અંગે કોઈ પાસ-પરમિટ ન હોવાનું જણાતાં પોલીસે આરોપીની પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ) હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
