જામનગર જિલ્લા કલેકટર પી.બી.પંડ્યાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન સહ ફરયાદ સમિતિની બેઠક યોજાઈ
જન પ્રતિનિધિઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો ધ્યાને લઇ સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા કલેકટરનું અધિકારીઓને સૂચન
જામનગર જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે કલેકટર પી.બી.પંડ્યાની ઉપસ્થિતિમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમીતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અગાઉની બેઠકના પડતર પ્રશ્નો તેમજ જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજુ કરવામાં આવેલા પ્રશ્નો અંગે ચર્ચા કરી હકારાત્મક અભિગમ દાખવી સમય મર્યાદામાં કામો પૂર્ણ કરવા કલેકટરશ્રી દ્વારા લગત અધિકારીઓને સૂચનો આપવામાં આવ્યા હતા.
બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ રંજનબેન જીવાણી દ્વારા રજુ કરાયેલ પ્રશ્નોમાં મુખ્યત્વે ખેડૂતોએ પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત ઇકેવાયસી કરાવવા અંગે તેમજ ધ્રોલ તાલુકામાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા અંગે પ્રશ્ન રજુ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે હેતુથી કેનાલની સફાઈ અને ડીસિલ્ટિંગ, ચેકડેમના સમારકામ, જમીન રી-સર્વે, લોકોને બેંક ધિરાણની સુવિધા તથા એસ.ટી. વિભાગને લગત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા દ્વારા ગ્રામ્ય વિસ્તારોના રસ્તા, પાણી પુરવઠો, એસ.ટી. બસ સેવા, સિંચાઈ અને વીજળી સંબંધિત પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં વીજળીની સર્વિસ લાઇનનું સ્થળાંતર, જોડિયા તાલુકાના બાલંભા ગામે પુલની કામગીરીને કારણે બંધ થયેલા રસ્તા પર વૈકલ્પિક રસ્તાની વ્યવસ્થા, તળાવ અને ચેકડેમની મરામત-નિર્માણ અંગે રજૂઆતો કરવામાં આવી હતી.
ધારાસભ્ય હેમંતતભાઈ ખવાએ મુખ્યત્વે આરોગ્ય, પાણી પુરવઠો, સિંચાઈ, માર્ગ-મકાન વિભાગ અને ખેડૂતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં જામનગર જિલ્લામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મંજૂર, ભરેલી તથા ખાલી જગ્યાઓની વિગતો, આરોગ્ય કેન્દ્રોમાં સરપ્રાઈઝ ચેકિંગ, કર્મચારીઓની હાજરી અને આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી, ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની વ્યવસ્થા, જૂથ પાણી પુરવઠા યોજનાઓ, ખેડૂતોને બિયારણ વિતરણ, ખેતીવાડી વીજ જોડાણ તથા માર્ગોના બાકી કામોની પ્રગતિ અંગે પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા.
સામાજિક ન્યાય સમિતિના ચેરમેન લક્ષ્મીબેન વારસકિયા દ્વારા રજુ કરાયેલ સિંચાઈ વિભાગ, પીજીવીસીએલ વિભાગને લગત પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરએ બેઠકમાં રજૂ કરવામાં આવેલા તમામ પ્રશ્નોને ગંભીરતાથી લઈ સંબંધિત વિભાગના અધિકારીઓને પરસ્પર સંકલન જાળવી ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું. પ્રજાલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપી લોકોની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે તે સુનિશ્ચિત કરવા પણ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર વિમલ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન.ઝાલા, પ્રાંત અધિકારીઓ તેમજ સંકલન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
