જામનગર: ગોકુલનગર-પાણાખાણ વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ
સીટી-સી ડિવિઝન પોલીસની નાઇટ ડ્રાઇવમાં જુદા જુદા કેસ કરાયા
પ્રોહિબિશનના ૫, ૫૦ વાહનોનું ચેકિંગ, ૫ વાહનો ડિટેઈન, ૯ મેમો ફટકાર્યા
જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ અસામાજિક તત્ત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવાના હેતુથી પોલીસ દ્વારા ગતરાત્રિના ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારમાં મેગા કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન કામગીરી દરમિયાન પ્રોહિબિશનના પાંચ ગુનાઓ નોંધવા ઉપરાંત વાહનચેકિંગ, બુટલેગરોની તપાસ અને હિસ્ટ્રીશીટરોની ચકાસણી સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવી મોહન સૈનીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલાના માર્ગદર્શનથી આ કોમ્બિંગ નાઈટ યોજાઈ હતી. જેમાં સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.વી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એન.એમ. ઝાલા, કે.એચ. ચાવડા સહિતના પોલીસ સ્ટાફે ગોકુલનગર અને પાણાખાણ વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરી હતી.
આ કામગીરી દરમિયાન પ્રોહિબિશનના કુલ પાંચ કેસ નોંધવામાં આવ્યા હતા, જ્યારે પ્રોહિબિશન સંબંધિત છ દરોડા પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત એમ.વી. એક્ટની કલમ ૨૦૭ હેઠળ ૫ વાહનો ડિટેઈન કરવામાં આવ્યાં હતાં. પોલીસ દ્વારા એક એમ.સી.આર. ઇસમ, આઠ પ્રોહિબિશનના ધંધાર્થીઓ તથા બે હિસ્ટ્રીશીટરોની પણ ચકાસણી કરવામાં આવી હતી. એક ટપોરી અને અસામાજિક તત્ત્વની પણ તપાસ કરવામાં આવી હતી.
કોમ્બિંગ નાઈટ દરમિયાન ટ્રાફિક નિયમોના પાલન માટે પણ વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. કુલ ૫૦ વાહનોની તપાસ કરતાં કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ વગર વાહન ચલાવવા તથા નંબર પ્લેટ વગર વાહન ચલાવવા જેવી ગેરરીતિઓ બદલ નવ મેમો આપવામાં આવ્યા હતા અને સ્થળ પર જ ૩,૩૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
જામનગર શહેરના ગોકુલનગર અને પાણાખાણ જેવા વિસ્તારોમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી આ કોમ્બિંગ નાઈટમાં ગુનાહિત પ્રવૃત્તિઓ પર નજર રાખવાની સાથે પ્રોહિબિશનના કેસો અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવતાં પોલીસ તંત્રની સઘન કામગીરી સામે આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
