દ્વારકામાં નાગેશ્ર્વર રોડ પર મીની બસ અને ઈ-રિક્ષા અકસ્માતનો ભોગ બન્યાં:જાનહાનિ ટળી

  • November 18, 2026 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં નાગેશ્ર્વર રોડ પર મીની બસ અને ઈ-રિક્ષા અકસ્માતનો ભોગ બન્યાં:જાનહાનિ ટળી 

દ્વારકાના નાગેશ્વર હાઈવે પર અકસ્માતોની વણઝાર અટકવાનું નામ લેતી નથી. આજે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી હતી, જેમાં એક મીની બસ ડિવાઈડર પર ચઢી ગઈ હતી, જ્યારે નજીકમાં પસાર થતી ઈ-રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ ઘટનામાં બસ તથા ઈ-રિક્ષામાં સવાર મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
​​​​​​​
નાગેશ્વર રોડ પર અકસ્માત સર્જાવાનું મુખ્ય કારણ બની રહેલા ઊંચા રિફ્લેક્ટિવ ડિવાઈડરો ફરી ચર્ચામાં આવ્યા છે. વાહનચાલકો માટે આ ડિવાઈડરો બ્લાઈન્ડ સ્પોટ સમાન બની રહ્યા હોવાના કારણે અવારનવાર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. અગાઉ પણ આ સમસ્યાને લઈને રજૂઆતો કરવામાં આવી હતી અને અકસ્માતો અટકાવવા માટે માર્ગ પર સ્પીડ બ્રેકર્સ પણ બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં અકસ્માતોની ઘટનાઓ યથાવત રહેતા વાહનચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે.
​​​​​​​
સ્થાનિક લોકો અને વાહનચાલકો દ્વારા આ જોખમી રિફ્લેક્ટિવ ડિવાઈડરોને દૂર કરવાની માંગ ફરી પ્રબળ બની છે. ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે અને વાહનચાલકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application