રાજકોટ રેલવે ડિવિઝનની પાર્સલ આવકમાં નવો રેકોર્ડ: એક જ દિવસમાં રૂ. ૧૧.૦૧ લાખની આવક
અગાઉનો રૂ. ૯.૫૦ લાખનો રેકોર્ડ તૂટ્યો: પાર્સલ પરિવહનથી રૂ. ૮.૪૪ કરોડની આવક મેળવી
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝને પાર્સલ પરિવહન ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તા. ૬ નવેમ્બર, ૨૦૨૬ના રોજ એક જ દિવસમાં પાર્સલ પરિવહન મારફતે રૂ. ૧૧.૦૧ લાખની આવક મેળવી અત્યાર સુધીની સૌથી વધુ એકદિવસીય આવકનો નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ અગાઉ તા. ૧૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ એક જ દિવસમાં રૂ. ૯.૫૦ લાખની આવકનો રેકોર્ડ નોંધાયો હતો.
રાજકોટ ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે દ્વારા પાર્સલ પરિવહનને પ્રોત્સાહન આપવા અને વધુને વધુ વેપારીઓને રેલવે સાથે જોડવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેના પરિણામે આર્ટિફિશિયલ જ્વેલરી, ઘરવખરીનો સામાન, પિત્તળના અને ઓટોમોબાઇલના ભાગો, કાપડ, શાકભાજી, ફળો સહિત ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓનું પરિવહન પણ રેલવે મારફતે કરવામાં આવી રહ્યું છે.
વધુમાં વેપારીઓની જરૂરિયાત મુજબ પરિવહન સુવિધાઓમાં સુધારો કરીને માલસામાનની હેરફેરને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. જેના પરિણામે રાજકોટ ડિવિઝનની પાર્સલ પરિવહન ક્ષેત્રે વ્યાપારી પ્રવૃત્તિઓમાં વધારો થયો છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં તા. ૧ એપ્રિલથી ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીના સાત મહિનામાં રાજકોટ ડિવિઝન દ્વારા કુલ ૨,૩૪,૩૬૭.૫ ક્વિન્ટલ માલનું પરિવહન કરવામાં આવ્યું હતું. જેના થકી રૂ. ૮,૪૪, ૪૪,૮૫૫ની માલભાડાની આવક પ્રાપ્ત થઈ હતી.
આ સિદ્ધિ બદલ રાજકોટ ડિવિઝનના મંડળ રેલ પ્રબંધક ગિરિરાજ કુમાર મીનાએ વાણિજ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આ સફળતાને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, કાર્યદક્ષતા, પ્રતિબદ્ધતા અને સામૂહિક ટીમ ભાવનાનું પરિણામ ગણાવી ભવિષ્યમાં પણ પાર્સલ અને માલ પરિવહન ક્ષેત્રે નવી સિદ્ધિઓ હાંસલ કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
