જામનગરમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દારૂની ૨૦ જેટલી બોટલો મળી આવતા સ્થાનિકોમાં આક્રોશ

  • November 20, 2026 10:33 AM 

જામનગરમાં ગંદકીના સામ્રાજ્ય વચ્ચે દારૂની ૨૦ જેટલી બોટલો મળી આવતા સ્થાનિકોમાં આક્રોશ

મેયર અને ચેરમેનના વિસ્તાર ગણાતા વોર્ડ નં. ૯માં ગંદકીના ઢગલા વચ્ચે દારૂની બોટલો મળી આવતા તંત્ર સામે સવાલો

જામનગરના જલાની જાર વિસ્તારમાં ચોક્સી ફળી પાસે આવેલા એક મકાનના પ્લોટમાં જાહેરમાં કચરાના ઢગલા અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. આ ગંદકી વચ્ચે દારૂની આશરે ૨૦ જેટલી બોટલો મળી આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

મેયર અને ચેરમેનના વિસ્તાર ગણાતા વોર્ડ નં. ૯માં જ આવી ગંદકી જોવા મળતા સફાઈ વ્યવસ્થા સામે સવાલો ઊઠ્યા છે. હાલ શહેરમાં ડેન્ગ્યૂ સહિત મચ્છરજન્ય રોગચાળાનો ભય વધી રહ્યો છે, ત્યારે આ પ્રકારની ગંદકી સ્થાનિક રહીશો માટે આરોગ્ય જોખમ ઊભું કરી રહી છે.
​​​​​​​
​​​​​​​બીજી તરફ, જાહેર સ્થળે આટલી મોટી સંખ્યામાં દારૂની બોટલો મળી આવતા અસામાજિક તત્ત્વોની પ્રવૃત્તિઓ સામે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સ્થાનિક રહીશોએ તાત્કાલિક સફાઈ કરાવી ગંદકી દૂર કરવા તેમજ દારૂની બોટલો અંગે તપાસ કરી જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application