ખંભાળીયામાં શોભાયાત્રાના રૂટ પર ઉભરાતી ગટર વચ્ચે વોર્ડ નં. ૮ના સદસ્યએ જાતે કરી સફાઈ

  • November 17, 2026 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળીયામાં શોભાયાત્રાના રૂટ પર ઉભરાતી ગટર વચ્ચે વોર્ડ નં. ૮ના સદસ્યએ જાતે કરી સફાઈ

જામ ખંભાળિયા શહેરમાં છેલ્લા ૨૫ દિવસથી સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હોવાથી શહેરની સફાઈ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેરઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, તો અનેક સ્થળોએ ગટર ઉભરાવાની સમસ્યાને કારણે સ્થાનિક રહીશો અને રાહદારીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. શહેરમાં સ્વચ્છતાના અભાવે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.

આવી પરિસ્થિતિ વચ્ચે ગઈકાલે જલારામ બાપાની જન્મજયંતી નિમિત્તે ખંભાળિયા શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ ભવ્ય શોભાયાત્રા પણ યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો અને નગરજનો જોડાયા હતા. જોકે, શોભાયાત્રાના રૂટ પર જ ગટર ઉભરાતી હોવાથી ગંદકીની સ્થિતિ સર્જાઈ હતી. ધાર્મિક પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ભક્તોને ગંદકીનો સામનો કરવો ન પડે તે હેતુથી વોર્ડ નંબર ૮ના જાગૃત સદસ્ય મહેશભાઈ રાડિયા મદદે આવ્યા હતા.

મહેશભાઈ રાડિયાએ કોઈપણ જાતની શરમ કે સંકોચ રાખ્યા વગર જાતે જ ગટરની સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી. જાહેર પ્રતિનિધિ તરીકેની જવાબદારી નિભાવતા તેમણે પોતાના હાથે ગટરની સફાઈ કરી શોભાયાત્રાના માર્ગને સ્વચ્છ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application