જામનગર જિલ્લાના સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ
માછીમારો સાથે સંવાદ કરી શંકાસ્પદ હિલચાલ અંગે તાત્કાલિક જાણ કરવા અપીલ
વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિને ધ્યાને લઈ દેશની દરિયાઈ સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા સુરક્ષા એજન્સીઓ દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. તેમજ રાજ્યના કોસ્ટલ વિસ્તારમાં યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની કોસ્ટલ સિક્યુરિટી એક્સરસાઇઝના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા વિશેષ સઘન દરિયાઈ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તા. ૨૩, નવેમ્બર, ૨૦૨૬ના રોજ ઝિંદ્રા ટાપુ, માસુરા ક્રીક, જુના-નવા બેડી બંદર, રોઝી બંદર કોસ્ટલ વિસ્તાર સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં મરીન કમાન્ડોની વિવિધ ટીમો દ્વારા પગપાળા તેમજ બોટ મારફતે સઘન પેટ્રોલિંગ અને ચકાસણી કરવામાં આવી હતી. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિ, હથિયારો તથા નશીલા પદાર્થોની હેરાફેરી સહિતની કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિને અટકાવવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ) તથા કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ, દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તથા મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એસ.જે. પરમારના નેતૃત્વ હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.પી. પારેખના માર્ગદર્શન હેઠળ આ સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ, સહિત મરીન કમાન્ડોની ટીમો તથા બેડી મરીન પોલીસના સ્ટાફ, ઇન્ડિયન કસ્ટમ્સ વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પેટ્રોલિંગ દરમિયાન દરિયાકાંઠા તથા ટાપુ વિસ્તારોની આસપાસની શંકાસ્પદ હિલચાલ, અજાણી વ્યક્તિઓ, બોટો તથા અન્ય પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી.
આ ઉપરાંત ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો તેમજ અવાવરું અને નિર્જન વિસ્તારોમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. મરીન કમાન્ડોની અલગ-અલગ ટીમોને ચોક્કસ વિસ્તારોની જવાબદારી સોંપી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી.
પેટ્રોલિંગ દરમિયાન વિવિધ માછીમારી વસાહતો તથા ફિશિંગ સેન્ટરોની મુલાકાત લઈ માછીમારો સાથે સીધો સંવાદ કરવામાં આવ્યો હતો. દરિયામાં અથવા દરિયાકાંઠે અજાણી બોટ, અજાણી વ્યક્તિ કે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ મથક અથવા સુરક્ષા એજન્સીને જાણ કરવા માછીમારોને અપીલ કરવામાં આવી હતી.
જામનગર જિલ્લાનો વિશાળ દરિયાકાંઠો, બંદરો, જેટીઓ, ઔદ્યોગિક એકમો તથા વ્યૂહાત્મક મહત્વ ધરાવતા વિવિધ સ્થળોને ધ્યાને લઈ દરિયાઈ સુરક્ષાની દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે. આથી નિયમિત પેટ્રોલિંગ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં સમયાંતરે વિશેષ સઘન ચકાસણી અને દેખરેખ હાથ ધરવામાં આવી રહી છે.
સુરક્ષા એજન્સીઓ દ્વારા આગામી દિવસોમાં પણ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ, દેખરેખ અને ચકાસણીની કામગીરી યથાવત્ રાખવામાં આવશે. સ્થાનિક માછીમારો તથા દરિયાકાંઠાના રહેવાસીઓના સહયોગથી દરિયાઈ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક અને સુદૃઢ બનાવવામાં આવશે.
જામનગર જિલ્લાના સંવેદનશીલ સાગરકાંઠા તથા ટાપુ વિસ્તારોમાં હાથ ધરાયેલા આ મેગા પેટ્રોલિંગથી દરિયાઈ સુરક્ષા અંગેની સતર્કતા અને તૈયારીઓ વધુ મજબૂત બનાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
