જામનગરમાં પૂ. જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણીની તૈયારી
સોમવારે નાત જમણ માટે વિશાળ સામીયાણું તૈયાર: રવિવારે સાંજથી રસોઇ બનાવવાનું શરૂ થશે
આગામી વિક્રમ સંવત ૨૦૮૩, કારતક સુદ ૭ ને સોમવાર, તા.૧૬.૧૧.૨૦૨૬ ના રોજ સંત શિરોમણી પ. પૂ. શ્રી જલારામબાપાની ૨૨૭ મી જન્મજયંતિનો ઉત્સવ તેમજ સમસ્ત લોહાણા સમાજની ૨૮ મી નાત (સમૂહ ભોજન) ના પ્રસંગને ધામધૂમથી ઉજવવા શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા ઉત્સાહભેર તૈયારીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આ અવસરે સ્વયંસેવકોનું સંમેલન તા.૧૫.૧૧.૨૦૨૬ ને રવિવારે સાંજે ૬.૦૦ કલાકે તેમજ જલારામ જયંતિ ના દિવસે એટલે કે તા.૧૬.૧૧.૨૦૨૬ સોમવારે સવાર થી ગૌ શાળામાં ઘાસ લાડુ વિતરણ તથા સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ભોજન સમારંભ (માસ્તાન), જલારામ રથ દ્વારા પ્રસાદ વિતરણ, થેલેસેમીયા કેમ્પ તેમજ સમસ્ત લોહાણા જ્ઞાતીના સમૂહ ભોજન (નાત) સહિત કાર્યક્રમો જલારામનગર, પ્રણામી સંપ્રદાય મેદાન, હિરજી મિસ્ત્રી રોડ, નવાનગર બેન્ક સામે જામનગર ખાતે ઉજવણીની ઉત્સાહભેર તૈયારીનો પ્રારંભ કરવામાં આવેલ છે.
શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સ્થાપક સદસ્યો જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતિયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્ના દ્વારા અવિરત ૨૫ વર્ષ સુધી જ્ઞાતી સમૂહ ભોજનનો આ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવતું આ સ્થાપક સદસ્યોના નેજા હેઠળ શ્રી જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો સૌરભ ડી. બદયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દત્તાણી, રાજદીપ મોદી, હિરેન રૂપારેલિયા, નીશીત રાયઠઠ્ઠા, વિશાલ પોપટ, રવિ અઢિયા સહિત બહોળી સંખ્યામાં યુવાન કાર્યકર ભાઈઓ બહેનો દ્વારા જલારામ જયંતિની ઉજવણીની તૈયારીઓનો ઉત્સાહભેર પ્રારંભ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
