જામનગરમાં ખાનગી બસો મનપાના પ્લોટમાં પાર્કીંગ કરાશે, અમલવારી સામે સવાલ
મંજૂરીની મોહર: મનપાની સામાન્ય સભામાં ઠરાવ, શહેરીજનોને વિનામૂલ્યે પાર્કીંગની વિપક્ષની માંગ
મનપાની જમીન પ્લાન્ટેશન માટે વનવિભાગને સોંપવા નિર્ણય: વડાપ્રધાનના કાર્યક્રમના ખર્ચનો મુદો પણ ગાજ્યો
જામનગર મહાનગરપાલીકાની સામાન્ય સભામાં ખાનગી બસો મનપાના પ્લોટમાં પાર્કીંગ કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો છે. પરંતુ અગાઉ પણ આ માટે પ્લોટ ફાળવવામાં આવ્યા હોય તેમાં એક પ્લોટમાં હાલમાં બસોનું પાર્કીંગ થતું ન હોય અમલવારી સામે સવાલ ઉઠયા છે. આ ઠરાવને અનુસંધાને શહેરીજનોને પણ વિનામૂલ્યે પાર્કીંગ આપવા વિપક્ષે ટોણો મારી વડાપ્રધાનના કાર્યક્રમના વિવાદાસ્પદ ખર્ચ અંગે સવાલો ઉઠાવ્યા હતાં. જનરલ બોર્ડમાં મનપાની જમીન પ્લાન્ટેશન માટે વનવિભાગને સોંપવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.
જામ્યુકોની સામાન્ય સભા આજરોજ સવારે મેયર મોનીકાબેન વ્યાસના અઘ્યક્ષ સ્થાને અટલ બીહારી વાજપેયી સભાગૃહમાં મળી હતી. સામાન્ય સભામાં નગરસેવકો તથા કમિશ્ર્નર સહીતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જનરલ બોર્ડના પ્રારંભે ગત મીટીંગની મીનીટસને બહાલીની સાથે મનપાની પટેલવાડી-રાજપાર્ક મેઇન રોડના છેડે આવેલી
જમીન પ્લાન્ટેશન અને મેઇન્ટેનન્સ માટે વનવિભાગને સોંપવા તથા શહેરની ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ખાનગી ટ્રાવેલ્સ તથા કંપનીની બસ મનપાની માલીકીના પ્લોટમાં પાર્કીંગ કરવા સૈંઘ્ધાતિંક મંજૂરી આપવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો. એજન્ડા દરમ્યાન આપના નગરસેવિકા જેનબબેન ખફીએ અગાઉ પણ ખાનગી કંપનીઓને બસ પાર્કીગ માટે નગરરચનાના ૫૪ અને ૯૯ નંબરન પ્લોટ ભાડે આપવામાં આવ્યા છે. તેની સ્થિતિ શું છે. તેના જવાબમાં મનપાના ઇજનેરે જણાવ્યું હતું કે, ૯૯ નંબરના પ્લોટમાં બસનું પાર્કીંગ થાય છે જયારે ઓવરબ્રીજ બન્યા બાદ ૫૪ નંબરના પ્લોટમાં બસનું પાર્કીંગ થતું નથી. આથી આપના નગરસેવીકાએ શહેરમાં પણ વાહન પાર્કીંગની પારવાર સમસ્યા હોય શહેરીજનોને ફલાય ઓવર નીચે વિનામૂલ્યે પાર્કીંગ સુવિધા આપવા સૂચન કર્યું હતું.જયારે કોંગ્રેસના નગરસેવિકા સહારબેન મકવાણાએ પણ વનવિભાગને પ્લાન્ટેશન માટે જમીન સોંપણી બાદ તે મનપાને પરત મળશે કે કેમ આ અંગે કોઇ એમઓયુ કરાયા છે, આ પ્રકારના ૭ ગાર્ડન હોય એક જ સોંપવાનું કારણ શું તે સહીતના પ્રશ્ર્નો ઉઠાવ્યા હતાં. જેના પ્રત્યુતરમાં સીટી ઇજનેર ભાવેશભાઇ જાનીએ જણાવ્યું હતું કે, સામાન્ય સભામાં મંજૂરી મળ્યા બાદ વનવિભાગ સાથે આ અંગે એમઓયુ કરાશે તથા આ પ્લોટની માલીકી મનપાની રહેશે અને સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જમીનનો કબ્જો પરત લેવાશે. તદઉપરાંત તેમણે પ્રશ્ર્નોતરીમાં વડાપ્રધાનના કાર્યક્રમ અંગે થયેલા મસમોટા ખર્ચના બીલ માંગ્યા હોવા છતાં મળ્યા ન હોય અને આ અંગે યોગ્ય તપાસ કરી ચૂકવણું કરવા માંગ કરી હતી. જેના પ્રત્યુતરમાં ડીએમસીએ બીલની યોગ્ય ચકાસણી બાદ જ ચૂકવણું કરાશે તેમ જણાવ્યું હતું.
શાસકપક્ષના નગરસેવકોએ પણ સૂચનો કર્યા:
ભાજપના નગરસેવક સુભાષભાઇ જોશીએ પાણી વિતરણ દરમ્યાન વાહનો વાલ્વ ઉપર રાખવામાં આવતા હોય, તળાવમાં નર્મદાના નીર ઠાલવવા, બીએસએનએલની પડતર જમીનમાં ન્યુસન્સ થતું હોય નિરાકરણ કરવા અને સામાન્ય વેપારીઓની સાથે પ્લાસ્ટીકના હોલસેલના વેપારીઓને પણ દંડ કરવા સૂચનો કર્યા હતાં.
--ભાજપના નગરસેવક જયરાજસિંહ જાડેજાએ ગાંધીનગર વિસ્તારમાં કોર્ટ પાસે ખાનગી બસો પાર્કીગ થતી હોય રાત્રીના આવાગમનમાં ખૂબજ મુશ્કેલી પડતી હોય નજીકમાં આવેલા મનપાના પ્લોટમાં બસ પાર્કીંગ કરવા મંજૂરી આપવા સૂચન કર્યું હતું.
--ભાજપના નગરસેવક પ્રકાશભાઇ રાઠોડે કાલાવડ નાકા બહાર બનતા પુલનું કામ બંધ હોય લોકોને પારવાર હાલાકી પડતી હોય તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા સૂચન કર્યું હતું.
--ભાજપના નગરસેવક નીલેશ હાડાએ બચુનગરમાં ડીમોલીશનને કારણે કેનાલ બ્લોક થઇ ગઇ હોય બાલમંદીર પાસે પાણી ભરાતા હોય નિરાકરણ કરવા સૂચન કર્યું હતું.
સામાન્ય સભા પૂર્વે આપના નગરસેવિકાના ધરણાં:
જામ્યુકોની સામાન્ય સભા પૂર્વે વોર્ડ નં.૧૨ના આમ આદમી પાર્ટીના નગરસેવીકા જેનબબેન ખફીએ રહેવાસીઓ સાથે સભાગૃહની બીલ્ડીંગના પ્રવેશદ્વાર પર વોર્ડના ભૂર્ગભ અને પાઇપ ગટર સહીતની સમસ્યા અંગે ધરણાં કર્યા હતાં. આટલું જ નહીં મેયર આવતા તેણીએ રહેવાસીઓને સાથે રાખી આ અંગે આવેદન પાઠવી સમસ્યાના નિરાકરણની માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMજામનગરમાં ફરસાણમાંથી તળેલી ગરોળી નીકળતા ચકચાર
November 27, 2026 01:04 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
