જામનગર: જોડિયા તાલુકામાં ગેરકાયદે રેતીનું ખનન-વહન કરતા બે વાહન જપ્ત

  • November 18, 2026 12:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જોડિયા તાલુકામાં ગેરકાયદે રેતીનું ખનન-વહન કરતા બે વાહન જપ્ત

ખાણખનીજ વિભાગની કાર્યવાહીથી ખનીજ માફીયાઓમાં ફફડાટ

જોડિયા તાલકુાના નદીપટ્ટ વિસ્તારમાં સાદી રેતીનું ખનન અને વહન ગેરકાયદે રીતે કરવામાં આવી રહયુ હોય એવી હકીકત આધારે ખાણખનીજ વિભાગ દ્વારા તપાસ કરીને બે વાહન જપ્ત કરવામાં આવ્યા હતા.

જોડિયા તાલુકાના આણંદા ગામ તથા ભાદરા ગામ ઉંડ નદીપટ્ટ વિસ્તારમાં સાદીરેતી ખનીજનું બિન અધિકૃત રીતે ખનન તેમજ વહન થતું હોવાની ફરિયાદ અન્વયે ભૂસ્તરશાસ્ત્રીની સુચનાથી તા.૧૭/૧૧/૨૦૨૬ના રોજ આકસ્મિક તપાસ હાથ ધરતા ૦૧ એસ્કેવેટર મશીન તેમજ ૦૧ ટ્રક દ્વારા સાદીરેતી ખનીજનું ખનન તેમજ વહન  કરતા તપાસ ટીમ દ્વારા જપ્ત કરવામા આવેલ અને આગળની નિયમોનુંસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. તપાસ ટીમમાં નિખિલભાઈ આનંદભાઈ, નૈતિકભાઇ, યશભાઈ, રમેશભાઈ જોડાયા હતા. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application