જમીનના સોદામાં ટોકન પેટે ચૂકવેલા રૂ. ૬૮ લાખ ૭.૫% વ્યાજ સાથે પરત ચૂકવવા જામનગર સિવિલ કોર્ટનો મહત્વપૂર્ણ હુકમ
જામનગરની ૯મી એડિશનલ સિનિયર સિવિલ જજ સી. એલ.
કાપડિયાની અદાલતે જમીન વેચાણના કરાર હેઠળ ટોકન પેટે ચૂકવવામાં આવેલી રૂ. ૬૮,૦૦,૦૦૦/- ની રકમ વાર્ષિક ૭.૫% વ્યાજ સહિત પરત ચૂકવવા પ્રતિવાદીને આદેશ કરતો મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.
આ કેસની વિગત:
આ કામના વાદીઓ બિપિનભાઈ શંભુભાઈ કછડિયા, મનસુખભાઈ ઉકાભાઈ તિબડિયા, સિદ્ધરાજસિંહ દેવીસંગ જાડેજા અને ધવલભાઈ નારદભાઈ કાનાણીએ રમેશભાઈ કેશવજીભાઈ વણપરિયા વિરુદ્ધ સિવિલ પ્રોસિજર કોડના ઓર્ડર ૩૭ હેઠળ સમરી સુટ દાખલ કર્યો હતો.
પ્રતિવાદી રમેશભાઈ વણપરિયાએ તારીખ ૧૬.૦૩.૨૦૧૫ ના નોટરાઈઝ વિસયતનામાના આધારે પોતે જમીનના માલિક હોવાનું જણાવી, તા.૧૬/૦૫/૨૦૨૫ ના રોજ વાદીઓની તરફેણમાં કબજા સહિતનો વેચાણ કરાર (સાટાખત) કરી આપ્યો હતો. જમીન પોતાના નામે ટ્રાન્સફર કરાવી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાની ખાતરી આપીને પ્રતિવાદીએ વાદીઓ પાસેથી ટોકન પેટે રૂ. ૬૮,૦૦,૦૦૦/- મેળવ્યા હતા. જોકે, સદર જમીન રાજ્ય સરકારના નામે ચાલતી હોવાની હકીકત છુપાવવામાં આવી હતી અને વારંવારની માંગણી તથા કાયદેસરની લીગલ નોટિસ આપવા છતાં પ્રતિવાદીએ ન તો દસ્તાવેજ કરી આપ્યો કે ન તો નાણાં પરત કર્યા. તેથી આ કામના વાદીઓ ટોકન પેટે આપેલ રકમ રૂ. ૬૮,૦૦,૦૦૦/- પરત મેળવવા જામનગરની સિવિલ કોર્ટમાં પોતાના વકીલ મારફતે દાવો દાખલ કરેલ હતો. પ્રતિવાદીએ અદાલતમાં બચાવ કરવાની પરવાનગી (Leave to defend) માંગી નાણાં મળ્યા હોવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ બંને પક્ષોની દલીલો અને રજૂ થયેલા દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લેતા અદાલતે નોંધ્યું હતું કે પ્રતિવાદીએ પોતે જ વેચાણ કરાર કરી આપ્યો છે અને તેમાં રૂ. ૬૮,૦૦,૦૦૦/- સ્વીકાર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. પ્રતિવાદી કોઈ નક્કર કે વ્યાજબી બચાવ રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને વાદીઓ તરફથી તેમના વકીલ હર્ષ પી. પારેખ ની ધારદાર દલીલો અને કાયદાકીય પ્રસ્થાપીતો સીધ્ધાંતો તથા સુપ્રીમકોર્ટના હુકમો રજુ કરેલા હતા.
અદાલતે વાદીઓનો દાવો મંજૂર કર્યો છે. પ્રતિવાદીએ વાદીઓને રૂ. ૬૮,૦૦,૦૦૦/- ની રકમ તારીખ ૧૬/૧૦/૨૦૨૫ થી રકમ વસૂલ થાય ત્યાં સુધી વાર્ષિક ૭.૫% ના વ્યાજ સાથે ચૂકવી આપવી. દાવાનો તમામ ખર્ચ પ્રતિવાદીએ ભોગવવો. આ કેસમાં વાદીઓ તરફે વિધવાન યુવા ધારાશાસ્ત્રી હર્ષ. પી. પારેખ રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
