જામનગર: વનતારાના ૧૦ વર્ષની મડાગાસ્કર પાર્ટનરશીપ પર હસ્તાક્ષર
પ્રાણીઓને તેમના મૂળ વસવાટ દેશોમાં સુરક્ષિત રાખવાની પ્રતિબદ્ધતા પૂર્ણ: રાષ્ટ્રીય સંરક્ષણ કેન્દ્ર સ્થાપશે અને સ્થાનિક વન્યજીવ નિષ્ણાતોને તાલીમ આપશે
પૃથ્વી પરથી સૌથી ઝડપથી નામશેષ થઈ રહેલા વન્યજીવોમાંના કેટલાક માટે એક મહત્વપૂર્ણ કદમ ભરતા, ભારતના ગુજરાતમાં જામનગર સ્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (વનતારા) તથા મિનિસ્ટ્રી ઓફ એન્વાયર્મેન્ટ એન્ડ સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ઓફ ધ રિપબ્લિકન ઓફ મડાગાસ્કર (એમઈડીડી)એ આજે વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી કલ્યાણ અંગે દસ-વર્ષના, નોન-એક્સક્લુઝિવ સમજૂતિપત્ર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર વનતારાને મડાગાસ્કરના સંરક્ષણ ભાગીદાર તરીકે માન્યતા આપે છે અને ૧૯ ઓગસ્ટના રોજ ભારતની મેનેજમેન્ટ ઓથોરિટી સમક્ષ વનતારાએ વ્યક્ત કરેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે. આ કરાર હેઠળ, બંને પક્ષો વિદેશમાં જપ્ત કરાયેલા માલાગાસી પ્રાણીઓને મડાગાસ્કરમાં સુરક્ષિત રીતે પરત લાવવા, મડાગાસ્કરની અંદર વન્યજીવોના બચાવ, પુનર્વસન, પશુચિકિત્સા સંભાળ અને શક્ય હોય ત્યાં પુન:વસવાટને સહાયરૂપ થવા ઉપરાંત સંરક્ષણ, સંશોધન અને તાલીમ માટે રાષ્ટ્રીય કેન્દ્ર વિકસાવવા તેમજ લાંબાગાળા માટે માલાગાસી વન્યજીવ નિષ્ણાતોને તાલીમ આપવા માટે સાથે મળીને કામ કરશે.
રિપબ્લિક ઓફ મડાગાસ્કરના પર્યાવરણ અને ટકાઉ વિકાસ મંત્રી ઈ. નોલાવે લક આરિસ્ટીડેએ જણાવ્યું હતું કે: મડાગાસ્કર વૈશ્વિક રીતે અતિ મહત્ત્વપૂર્ણ જૈવવિવિધતા ધરાવતો હોટસ્પોટ છે, અને અમારા વન્યજીવો એક રાષ્ટ્ર તરીકે અમારી ઓળખનો ભાગ છે. આ પ્રાણીઓ પરની માલિકી તેમને ઘડનારા જંગલોની છે. તેમનું રક્ષણ કરવા માટે સરહદપારના સહયોગની જરૂર છે, અને મડાગાસ્કરના કુદરતી વારસાનું રક્ષણ કરવા માટે અમારી સાથે કામ કરતા દેશો અને વનતારા જેવી સંસ્થાઓના અમે આભારી છીએ.
ડાયરેક્ટર જનરલ ઓફ એન્વાયર્મેન્ટલ ગવર્નન્સ, , રાકોટોન્દ્રાવોનિનાલા વાલિકસન કિયાડીએ જણાવ્યું હતું કે, વનતારા પ્રાણીઓના બચાવ, પશુચિકિત્સા સંભાળ અને કલ્યાણમાં વિશ્વ-કક્ષાની નિપુણતા પોતાની સાથે લાવે છે, અને વિજ્ઞાન, નિયમનો અને આંતરરાષ્ટ્રીય શ્રેષ્ઠ પ્રથાઓ દ્વારા માર્ગદર્શિત તાત્કાલિક પરિણામોથી લઈને લાંબાગાળાના પરિણામલક્ષી કાર્યક્રમો સુધીની આ પ્રતિબદ્ધતાને નક્કર પગલાંમાં રૂપાંતરિત કરવા માટે અમે સાથે મળીને કામ કરવા ઉત્સુક છીએ.
વનતારાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિવાન કારાણીએ જણાવ્યું હતું કે, મડાગાસ્કર વિશ્વના કેટલાક સૌથી અસાધારણ અને અનન્ય વન્યજીવોનું ઘર છે, અને આ પ્રજાતિઓનું તેમના કુદરતી રહેઠાણોમાં રક્ષણ કરવું એ અમારી દસ-વર્ષની સંરક્ષણ વ્યૂહરચનાના કેન્દ્રમાં છે. અમારી પ્રાથમિકતા તેમના મૂળ દેશમાં વન્યજીવોનું સંરક્ષણ કરતા લોકો અને સંસ્થાઓને મજબૂત બનાવવાની છે. આ ભાગીદારી બદલ અમે મડાગાસ્કર સરકારનો આભાર માનીએ છીએ અને મડાગાસ્કરની લાંબા ગાળાની સંરક્ષણ પ્રાથમિકતાઓને ટેકો આપવા માટે ઉત્સુક છીએ, જેમાં દરેક નિર્ણયની સત્તા મડાગાસ્કર પાસે જ રહેશે.
આ કરાર અત્યંત નિર્ણાયક સમયે થયો છે. રેડ લિસ્ટ ઓફ થ્રેટન્ડ સ્પીસીસ મુજબ, માત્ર મડાગાસ્કરમાં જ જોવા મળતી ૯૦% લેમર પ્રજાતિ લુપ્ત થવાના આરે છે અને લગભગ એક-તૃતીયાંશ પ્રજાતિ ગંભીર રીતે નામશેષ થવાના જોખમનો સામનો કરી રહી છે. ટર્ટલ સર્વાઈવલ એલાયન્સના અંદાજ મુજબ ૧૯૯૦ના દાયકાના અંત અને ૨૦૧૩ની વચ્ચેના ગાળામાં રેડિએટેડ કાચબાની જંગલી વસ્તીમાં ૪૭%થી વધુ ઘટાડો નોંધાયો છે, અને ૨૦૦૧થી ૨૦૨૩ની વચ્ચે દેશમાં આશરે ૨૯% વૃક્ષ આવરણ ઘટ્યું છે. મડાગાસ્કરના પર્યાવરણ મંત્રીએ જૈવવિવિધતા ઘટવા માટે ગેરકાયદેસર વન્યજીવ વેપારને રહેઠાણના નુકસાન પછીનું બીજું મુખ્ય કારણ ગણાવ્યું છે, અને માત્ર જાન્યુઆરીથી એપ્રિલ ૨૦૨૬ દરમિયાન, મડાગાસ્કરમાં બચાવકર્તાને છ જપ્તીના કેસમાંથી ૧,૦૦૦થી વધુ કાચબા મળ્યા હતા. વિદેશમાં જપ્ત કરાયેલા પ્રાણીઓ માટે, અટકાયત સાથે જ મુશ્કેલીનો અંત આવી જતો નથી. જ્યારે થાઈ અધિકારીઓએ ૨૦૨૪માં ૪૮ લેમર અને ૧,૦૦૦થી વધુ કાચબાને જપ્ત કર્યા હતા, ત્યારે પરિવહન દરમિયાન ૧૩૧ કાચબા અગાઉથી જ મૃત્યુ પામ્યા હતા, અને ત્યારબાદના અઠવાડિયામાં અન્ય કેટલાક જીવન ટકાવી શક્યા ન હતા. થાઈલેન્ડે બચી ગયેલા પ્રાણીઓની સંભાળ લીધી અને તેમની પરત રવાનગીમાં મદદ કરી, પરંતુ તે માટે કોઈ સમર્પિત ભંડોળ ઉપલબ્ધ ન હતું, અને જટિલ આંતરરાષ્ટ્રીય પરમિટ પ્રક્રિયાને લીધે મડાગાસ્કર પરત જવાની ફ્લાઈટમાં બે વાર વિલંબ થયો.
અહીં જ વનતારાની ભૂમિકા આવે છે. દાણચોરીમાંથી બચાવાયેલા પ્રાણીઓ ઘણીવાર અત્યંત અશક્ત થઈ જાય છે, અને નબળી રીતે પ્રવાસ સંચાલન તેમનો જીવ લઈ શકે છે. મડાગાસ્કરના અનુરોધ પર, વનતારાની ટીમો પરત ફરવાના દરેક તબક્કામાંઆરોગ્ય તપાસ અને રોગ પરીક્ષણથી લઈને પરિવહન, ક્વોરેન્ટાઈન અને આગમન સમયે સંભાળ સુધીમદદ કરી શકે છે. માર્ગદર્શિકાને અનુરૂપ કયા પ્રાણીઓને જંગલમાં પાછા મોકલવા અને ક્યાં મોકલવા તે નક્કી કરવામાં મડાગાસ્કરને મદદ કરવા માટે, વનતારા ફિલ્ડ રિસર્ચ અને જિનેટિક પ્રોફાઈલિંગના સમર્થન સહિત વૈજ્ઞાનિક નિપુણતાની વિગતો પણ પૂરી પાડશે. દેશની સાયેન્ટિફિક ઓથોરિટીની સલાહ મુજબ, દરેક નિર્ણયની સત્તા સંપૂર્ણપણે મડાગાસ્કર સરકાર પાસે જ રહેશે.
મડાગાસ્કર સરકાર દ્વારા પૂરી પડાયેલી જમીન પર, વનતારા મડાગાસ્કરના નેશનલ વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરના નિર્માણ અને સ્થાપનામાં મદદ કરી શકે છે; આ સંરક્ષણ, સંશોધન અને તાલીમ માટેનું એક રાષ્ટ્રીય કેન્દ્ર હશે જે રિપબ્લિક ઓફ મડાગાસ્કરની માલિકીનું રહેશે અને ના અધિકારક્ષેત્ર હેઠળ કાર્ય કરશે. તેમાં તાલીમ, ઇન્ટર્નશિપ, નિષ્ણાતોના આદાનપ્રદાન અને વ્યવહારુ સંશોધન દ્વારા, આ ભાગીદારી માલાગાસી ટીમોને બચાવાયેલા પ્રાણીઓની સંભાળ રાખવામાં, તેમના પુનર્વસન અને પરિસ્થિતિ અનુકૂળ હોય ત્યાં તેમને જંગલમાં પાછા મોકલવામાં મદદ કરશે.
આ ભાગીદારી વનતારાની સાર્વત્રિક સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને પરાવર્તિત કરે છે: પ્રાણીઓને તેમના મૂળ વસવાટ વિસ્તારમાં સુરક્ષિત રીતે પહોંચાડવા, અને જે-તે દેશમાં વસવાટ કરનારા પ્રાણીઓને ત્યાં જ બચાવ અને પુનર્વસન જેવી સાર્વત્રિક પ્રવૃત્તિઓને મજબૂત બનાવવી, જેથી આ કાર્ય જંગલમાં પ્રજાતિઓના અસ્તિત્વમાં સીધું યોગદાન આપે. મડાગાસ્કરમાંના પ્રાણીઓ માટે દેશમાં જ નિપુણતા, સુવિધા અને પ્રશિક્ષિત કેરટેકરની ટીમ તૈયાર કરવાનો ઉદ્દેશ્ય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
