દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સિનિયર સિટીઝનની રમત ગમત સ્પર્ધાનું આયોજન કરાશે
ભાગ લેવા ઇચ્છુક સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનોએ તા.૦૧ ડિસેમ્બર સુધીમાં જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતે અરજી કરવાની રહેશે
ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દેવભૂમિ દ્વારકા સંચાલીત સિનિયર સિટીઝનની રમત ગમત સ્પર્ધાનું આયોજન થનાર છે. આ સ્પર્ધામાં ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સિટીઝન ભાઈઓ-બહેનો માટે એથ્લેટીકસ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ જેવી રમતો યોજાશે. આ રમતોથી સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સિનિયર સિટીઝન આ વિભાગની પ્રવૃત્તિઓ સાથે જોડાય તે હેતુસર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમૂનાનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, હરીપર,ખંભાળીયા, જિ. દેવભૂમિ દ્વારકા ખાતેથી મેળવી તા.૦૧-૧૨-૨૦૨૬ સુધીમા સંપૂર્ણ વિગતો સાથે મોકલી આપવાનું રહેશે. ફોર્મ સાથે ડોકટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા તથા વધુ વિગત માટે મો.૬૩૫૨૨ ૧૫૯૪૨ પર સંપર્ક કરવા જિલ્લા રમતગમત અધિકારી, દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
