જામનગર: જી.જી. હોસ્પિટલના સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.નું જૂની ઓ.પી.ડી.ના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થળાંતર કરાશે
તા. ૩૦ નવેમ્બરથી ઓ.પી.ડી. નંબર-૭ ખાતે રાબેતા મુજબ દર્દીઓને તબીબી સેવાઓ ઉપલબ્ધ થશે
જામનગરની જી.જી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખાલી કરવાની પ્રક્રિયાના ભાગરૂપે જૂના ડાયાલીસીસ વિભાગમાં કાર્યરત સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.નું સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંતર્ગત હાલ જૂના ડાયાલીસીસ વિભાગમાં કાર્યરત સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી. હવે જૂની ઓ.પી.ડી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઓ.પી.ડી. નંબર-૭ ખાતે કાર્યરત કરવામાં આવશે.
આ સ્થળાંતર બાદ તા. ૩૦ નવેમ્બર, ૨૦૨૬, સોમવારથી નવા નિર્ધારિત સ્થળે સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.ની સેવાઓ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. જેથી દર્દીઓએ હવે સુપરસ્પેશ્યાલિસ્ટ ઓ.પી.ડી.ની તબીબી સેવાઓ મેળવવા માટે જૂની ઓ.પી.ડી.ના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઓ.પી.ડી. નંબર-૭ ખાતે જવાનું રહેશે. તેમ જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષકની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationખંભાળિયા: મીઠાપુર પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ ગુજારી ગર્ભ રાખી દેવાતા ચકચાર
November 27, 2026 12:42 PMદેવભૂમિ દ્વારકા: કાલે મુખ્યમંત્રી દ્વારકામાં કાળીયા ઠાકોરના દર્શન કરશે
November 27, 2026 12:35 PM૧૬ વર્ષમાં ભારતની પ્રતિ વ્યક્તિની જીડીપી બમણાથી વધુ, ચીનમાં ત્રણ ગણાનો વધારો
November 27, 2026 12:19 PMજામનગર: હાપા યાર્ડમાં ૯ નંબરની મગફળીનો ભાવ રૂ. ૩,૦૨૦ની નવી ઐતિહાસિક સપાટીએ
November 27, 2026 12:19 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
