જામજોધપુરમાં દારૂના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝબ્બે
જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા દારૂના ગુનામાં છેલ્લા ચાર મહિનાથી પોલીસ પકડથી દૂર રહી નાસતા ફરતા આરોપીને જામજોધપુર પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડ્યો છે.
લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા (આઈપીએસ)ના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ મથકના પીઆઈ એમ. એન. શેખની સૂચનાથી સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સંયુક્ત બાતમી મળી હતી કે, જામજોધપુર પોલીસ મથકમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં બી.એન.એસ.એસ.ની કલમ ૭૨ મુજબના વોરંટના કામે છેલ્લા ચાર મહિનાથી નાસતા ફરતા આરોપી પેશ અમરાભાઈ છેલાણા (ઉં.વ. ૨૩, ધંધો મજૂરી, રહે. મેલાણ ગામ, તા. જામજોધપુર) કોટડા બાવીશી ગામના પાટિયા પાસે ઉભો છે.
આ બાતમીના આધારે પોલીસ સ્ટાફે તાત્કાલિક સ્થળ પર પહોંચી આરોપી રૂપેશ છેલાણાને ઝડપી લીધો હતો. ત્યારબાદ પીઆઈ એમ. એન. શેખ દ્વારા તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં પી.આઈ. એમ. એન. શેખના માર્ગદર્શન હેઠળ એએસઆઈ લક્ષ્મણભાઈ ચાવડા, હેડ કોન્સ્ટેબલ જે. ડી. મેઘનાથી તથા કોન્સ્ટેબલ વલ્લભભાઈ ભાટુ અને અશોકભાઈ ગાગીયા જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
