જામનગર તાલુકાના લાખાબાવળ ગ્રામ પંચાયત દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

  • November 16, 2026 10:43 AM 

જામનગર તાલુકાના લાખાબાવળ ગ્રામ પંચાયત દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

વિજેતા અને રનર્સ-અપ ટીમનું ઇનામ આપી સન્માન કરાયું, ફાઇનલમાં દરેક સિક્સ પર એડવોકેટ રશીદ એમ. ખીરા દ્વારા રૂ.151નું રોકડ ઇનામ અપાયું

જામનગર તાલુકાના લાખાબાવળ ગામે લાખાબાવળ ગ્રામ પંચાયત દ્વારા તા. 15 નવેમ્બર, રવિવારના રોજ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સવારે 8 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની રમતનું કૌશલ્ય દર્શાવ્યું હતું.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન સુંદર કોમેન્ટ્રી સાથે ખેલાડીઓમાં ખેલદિલી, ભાઈચારો અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ટુર્નામેન્ટના અંતે વિજેતા ટીમ તથા રનર્સ-અપ ટીમને સરપંચ અને ઉપસરપંચના હસ્તે ગ્રામ પંચાયત તરફથી ઇનામ આપી સન્માનિત કરવામાં આવી હતી.

ફાઇનલ મેચને વધુ રસપ્રદ બનાવવા માટે એડવોકેટ રશીદ એમ. ખીરા દ્વારા દરેક છગ્ગા પર રૂ.151નું રોકડ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. ફાઇનલ મેચ દરમિયાન કુલ 9 છગ્ગા લાગતાં ખેલાડીઓને પ્રોત્સાહનરૂપે રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું.

આમ, સમગ્ર ટુર્નામેન્ટ શાંતિપૂર્ણ, આનંદમય અને ભાઈચારાના વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ ખેલાડીઓ, આયોજકો, કોમેન્ટેટર તથા ગ્રામજનોનો લાખાબાવળ ગ્રામ પંચાયત દ્વારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application