જામનગર શહેરના નગરજનોને નિયમિત અને પૂરતું પાણી મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા પાણીનું વ્યવસ્થાપન કરવામાં આવી રહ્યું છે. હાલ શહેરની પાણીની જરૂરિયાતનો મુખ્ય આધાર નર્મદાના નીર પર છે. શહેરને પાણી પૂરું પાડતા રણજીતસાગર, ઉંડ-૧, ઉંડ-૨ સહિતના જળાશયો અને સસોઈ ડેમમાં વરસાદી પાણીની આવક થઈ હતી. જોકે હવે આગામી સમયની પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને નર્મદાના પાણી પર આધાર રાખવામાં આવી રહ્યો છે.
રાજ્ય સરકાર દ્વારા હાલ પ્રતિદિન ૧૦ એમસીએફટી નર્મદાનું પાણી જામનગર માટે ફાળવવામાં આવી રહ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન નર્મદાના પાણીનો પ્રવાહ બંધ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ ગત ૧૫મી તારીખથી ફરી પ્રતિદિન ૧૦ એમસીએફટી પાણી ઠાલવવાનું શરૂ કરવામાં આવ્યું છે. હાલની સ્થિતિએ જામનગર શહેરને એકાંતરા પાણી વિતરણ કરવા માટે ૩૧ ડિસેમ્બર સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ હોવાનું જાણવા મળે છે. જો ૩૧ ડિસેમ્બર સુધી પ્રતિદિન ૧૦ એમસીએફટી નર્મદાનું પાણી સતત મળતું રહે તો શહેરને એકાંતરા પાણી વિતરણ કરવા માટે આગામી જુલાઈ મહિના સુધીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ થઈ શકે છે. પરિણામે હાલની સ્થિતિએ શહેરમાં પાણીની કોઈ મોટી સમસ્યા સર્જાવાની શક્યતા નથી. મનપાના કમિશનર દીપેશ કેડીયા તેમજ ડી.એમ.સી.,એ.એમ.સી. અને વોટર વર્કર વિભાગની સમગ્ર ટીમ દ્વારા પાણી વિતરણ સંબંધે ચિંતા કરવામાં આવી રહી છે, અને મહાનગરપાલિકાના મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન તથા અન્ય પદાધિકારીઓ પણ પાણી બાબતે અંગત રસ દાખવી રહ્યા છે શહેરમાં હાલ પ્રતિદિન ૧૫૦થી ૧૫૫ એમએલડી પાણીનું વિતરણ કરવામાં આવે છે. નગરજનોને એકાંતરા પાણી આપવામાં આવે છે અને દરેક વખતે આશરે ૪૫ મિનિટ સુધી પાણી પૂરું પાડવામાં આવે છે. જો સરકાર તરફથી નર્મદાના પાણીનો પ્રવાહ નિર્ધારિત જથ્થા પ્રમાણે ૩૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે તો આગામી જુલાઈ સુધી શહેરમાં એકાંતરા પાણી વિતરણ વ્યવસ્થા જાળવી રાખવામાં મુશ્કેલી નહીં પડે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application