જામનગર નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન : ત્રિપુટી ઝબ્બે

  • November 20, 2026 12:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કારસ્તાન : ત્રિપુટી ઝબ્બે

રાજકોટ રેન્જ ટીમ ત્રાટકી : ૪૧.૫૦ લાખનો મુદામાલ જપ્ત

જામનગર નજીક જાંબુડા સીમમાં ટ્રાન્સપોર્ટ પેઢીની જાણ બહાર ટેન્કરમાંથી ડીઝલની ચોરી કરતા ૩ શખ્સોને પકડી ગુનો દાખલ કરાવી ૪૧.૫૦ લાખનો મુદામાલ રાજકોટ રેન્જની ટીમ દ્વારા કબ્જે કરવામાં આવ્યો છે.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જીલ્લામાં હાઇવે પર પસાર થતા અને હોટલોના કમ્પાઉન્ડમાં ઇન્સ્ટ્રીયલ વિસ્તારોમાં ચાલતી ગેરકાયદે પ્રવૃતિ શોધી કાઢવા અને આવી પ્રવૃતી કરનારા ઇસમોને શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે રેન્જ ટીમના પીઆઇ અપુર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.એન. મોરી, બી.સી. મિયાત્રા, એસ.પી. ગોહિલ, એ.વાય. ઉધાસ અને સ્ટાફ દ્વારા માહિતી મેળવી જરૂરી વર્કઆઉટ કરવામાં આવ્યુ હતું.

પીએસઆઇ ગોહિલ અને ઉધાસ તથા સ્ટાફના સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ, મિતેશ પટેલ, કમલેશ રબારી, વિપુલ મોરી, પરેશ સાંજવા, ધર્મેન્દ્રસિંહ જાડેજાને મળેલ ચોકકસ હકીકત આધારે જામનગર જીલ્લાના પંચકોશી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ શ્રીનાથજી પાર્ક રિઘ્ધી સિઘ્ધી ઇન્ડસ્ટ્રીઝ પ્લોટ નં. ૯૦ પાસે જાહેર રોડ પર ગામ જાંબુડા, સીમ તા. જી. જામનગર ખાતેથી નયારા કંપની દ્વારા યશ રોડલાઇન્સ ટ્રાન્સપોર્ટની પેઢી મારફતે ભરી આપેલ ડીઝલનો જથ્થો નકકી કરાયેલ જગ્યાએ પહોચાડયુ ન હતું.

પોતાના અંગત ફાયદા સારૂ ટ્રાન્સપોર્ટ પેઢીની જાણ બહાર ટેન્કરનું સીલ તોડી ડીઝલ ચોરી કરી સીલ પરત ફરી લગાવી ડીઝલ સાથેનું ટેન્કર નં. જીજે૧૮-બીવી-૨૨૮૭, બે મોટરસાયકલ નં. જીજે૧૦બીપી-૭૨૬૨, જીજે૧૦ઇકે-૬૫૦૪ તથા અન્ય મુદમાલ મળી કુલ ૪૧.૫૦.૫૦૪ના મુદામાલ સાથે હાજર મળી આવેલ આરોપીઓ ગોપાલ ભુરા સરસીયા રહે. નવા મોખાણા, જામનગર ભરત ભુરા સરસીયા, અરૂણ લાલમણી યાદવ રહે. જાંબુડાવાળાને ધોરણસર અટક કરી ત્રણેય આરોપીઓ વિરુઘ્ધ પંચકોશી-એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application