જામનગરના બાળસાહિત્યકારને મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા કલા ગુર્જરી દ્વારા ગિરા ગુર્જરી પારિતોષિક એનાયત થશે

  • November 19, 2026 01:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના બાળસાહિત્યકારને મુંબઈની પ્રતિષ્ઠિત સંસ્થા કલા ગુર્જરી દ્વારા ગિરા ગુર્જરી પારિતોષિક એનાયત થશે

ગુજરાતી બાળસાહિત્યને આધુનિક અને નવીન પરિમાણ આપનાર જામનગરના જાણીતા બાળસાહિત્યકાર અને શિક્ષક  કિરીટ ગોસ્વામીની વધુ એક ગૌરવપૂર્ણ સિદ્ધિમાં ઉમેરો થયો છે. મુંબઈ સ્થિત સુપ્રસિદ્ધ સાહિત્યિક અને સાંસ્કૃતિક સંસ્થા કલા ગુર્જરી દ્વારા વર્ષ ૨૦૨૫ના પ્રતિષ્ઠિત ગિરા ગુર્જરી પારિતોષિક ( બાળસાહિત્ય વિભાગ)માટે તેમના લોકપ્રિય બાળગીત સંગ્રહ ટમેટું મારું ફ્રેન્ડ છે ની પસંદગી કરવામાં આવી છે. ૨૧મી સદીના સ્માર્ટફોન અને ડિજિટલ યુગમાં બાળકોને મોબાઈલની સ્ક્રીનથી દૂર રાખી ફરીથી પુસ્તકો અને બાળગીતો તરફ વાળવાનું ભગીરથ કાર્ય કિરીટ ગોસ્વામી કરી રહ્યા છે. પરંપરાગત ઉપદેશાત્મક શૈલીને બદલે બાળકોના મનોવિજ્ઞાનને સમજીને તેમણે અનુઆધુનિક બાળસાહિત્યમાં એક નવી કેડી કંડારી છે.
​​​​​​​
ગુજરાત સાહિત્ય અકાદમી અને હિન્દી સાહિત્ય અકાદમીના શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકો:એક બિલાડી બાંડી, ગોળ ગોળ લાડુ અને હિન્દી સંગ્રહ હાથીરાજા સ્કૂલ ચલે જેવા પુસ્તકો માટે રાજ્ય સરકારના પ્રતિષ્ઠિત પુરસ્કારો પણ મળ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application