જામનગર: સનાતન ધર્મને બદનામ કરતી કિંગ ફિલ્મને લઈ દાઉદ ગેંગ સામે હિન્દુ સેનાની લાલ આંખ
કેસરી રંગને વારંવાર અપમાનિત કરતા ષડયંત્ર રચનારાઓને હિન્દુ સેના સહન નહીં કરે
આગામી મહિનામાં ફરી એક વિવાદિત ફિલ્મ દીપિકાના ભગવા ડ્રેસ પર ફરી વિવાદ સર્જાયો છે. હિન્દુ સંસ્કૃતિ અને ધર્મનું અપમાન કરનાર આવા ફિલ્મ કલાકારોને હવે હિન્દુ સેના વખોડી રહી છે "જે કોઈ કેસરી નું અપમાન કરે છે, તે બચી શકશે નહીં" અગાઉ દીપિકા અને શાહરૂખની ફિલ્મમાં કેસરી રંગ પર વિવાદ થયો હતો અને આ વખતે પણ રંગ ધર્મને ઓળખે છે. હિન્દુઓ, શીખો અને સંતો પણ ભગવા ડ્રેસ પહેરે છે, પરંતુ ફક્ત થોડા જ લોકોને વાંધો છે.
2 નવેમ્બરના રોજ શાહરુખ ખાનની આગામી ફિલ્મ કિંગ નું ગીત " તુ મિલ જાયે" રિલીઝ થયું ગીતના એક ભાગમાં દીપીકા પાદુકોણમાં નારંગી ડ્રેસમાં નૃત્ય કરતી જોવા મળે છે જેનો ભાજપના ધારાસભ્ય અને અયોધ્યાના મહંતે વાંધો લીધો છે અને હાલમાં ગુજરાત હિન્દુ સેનાએ પણ કેસરી રંગને બદનામ કરવાના ષડયંત્ર રચનારાઓને જાકારો આપવા પ્રજાને અપીલ કરી છે.
હિન્દુ સેના કહે છે કેસરી રંગ છે એ ભગવાનનું પ્રતીક છે, બલિદાનનું પ્રતિક, ક્રાંતિકારીઓનું અને બહાદુરીનું પ્રતીક છે તેમજ ત્યાગ અને સમર્પણ અને ભક્તિનું પ્રતીક છે. સનાતન ધર્મને તોડવા શાહરુખ ખાન જેવા બોલીવુડના હીરો અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ખરેખર ધૂરંધર એક અને બે તેમજ રામાયણ ફિલ્મો સુપરહિટ જતાં બોલીવુડના ઇન્વેસ્ટર દાઉદ ઈબ્રાહીમના પેટમાં તેલ રેડાયું છે, જેથી આપણી સનાતન સંસ્કૃતિને અપમાનિત કરવા વારંવાર ભારતીય સંસ્કૃતિનું અપમાન, ભારતીય તિરંગા નું અપમાન, કેસરી રંગનું અપમાન આ બધું હવે સહી લેવામાં નહીં આવે તેથી ફિલ્મમાં ભગવા પહેરેલા અશ્લીલ દ્રશ્યો કાપી નાખવો જોઈએ અને આ વ્યક્તિઓ સામે પગલાં લેવા જોઈએ. ડી ગેંગના ઈશારે આવા કૃત્યો કરનાર સામે હિન્દુ સેના ભારત સરકાર પાસે સખ્ત સજાની માંગણી કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
