ખંભાળિયા અને ભાણવડ પંથકમાં મગર અને અજગરના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા

  • November 20, 2026 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયા અને ભાણવડ પંથકમાં મગર અને અજગરના સફળતાપૂર્વક રેસ્ક્યુ કરાયા

દ્વારકાના ખંભાળીયા અને ભાણવડ સહિત જામજોધપુર પંથકમાંથી વન્ય જીવોનું રેસ્કયુ કરી ખુલ્લા વાતાવરણમાં મુકવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં હાલ પાણીની અછતને લઇને વન્યજીવોનું ગામડામાં આવે છે, જેના કારણે ગ્રામજનોમાં હાલ ભયનો માહોલ છવાયો છે. ખંભાળીયા, ભાણવડ અને જામજોધપુરમાં પંથકમાંથી મગર અને બે અજગરના રેસ્કયુ કરાયા છે.

ખંભાળિયાના ધરમપુર ગ્રામ પંચાયત ખાતે રહેણાંક વિસ્તારમાં રાત્રિના સમયે એક અજગર નીકળ્યો હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ એવા સંસ્થા એનિમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટને કરવામાં આવી હતી. જેથી સંસ્થાના અશોકભાઈ સોલંકી, વિશેષ દેસાણી અને રેસ્ક્યુઅર શેખર તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને લાંબી જહેમત બાદ અંદાજે ૮ ફૂટ લાંબા અજગરને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. 

અન્ય એક બનાવમાં ભાણવડ તાલુકાના માનપર અને જામજોધપુરના જામવાડી ગામમાંથી બે અજગર તેમજ રૂપામોરા વાડી વિસ્તારમાંથી એક મહાકાય મગરનું ભાણવડની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અશોકભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ બંને અજગર અને મગરને બરડાના પ્રાકૃતિક જળાશય આવાસમાં મુક્ત કરી નવજીવન આપવામાં આવ્યું હતું. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application