જામનગર: ગીંગણી ગામમાં આંગણવાડીના મહિલા કર્મચારીને અપાતી ધમકી
મકાનનું તાળુ તોડી નાખવતા સમજાવવા જતા ભત્રીજા સહિતના વિફર્યા
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં મકાનનું તાળુ તોડી નાખતા આ બાબતે સમજાવવા ગયેલ મહિલાને ભત્રીજા સહિતનાઓએ ધમકી દેતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે જયાં પાંચ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામ જુનાવાસમાં રહેતા આંગણવાડીમાં નોકરી કરતા મંજુબેન કારાભાઇ વારસકીયા (ઉ.વ.૫૭) નામની મહિલાના પિતાની માલિકીના મકાનમાં ફરીયાદીના ભાઇના દિકરા મયુરભાઇ ઉર્ફે રાજને મકાન પોતાના ભાઇ શ્યામભાઇ હસ્તક લેવા સારૂ તાળુ નાખેલ હતું.
જેથી ફરીયાદી તેઓને સમજાવવા જતા ભત્રીજા શ્યામ તથા મયુર અને ફરીયાદીના કાકા બચુભાઇ અને કાકાના દિકરા રવજી, ભત્રીજાના દિકરા પ્રણવે વારાફરતી આવીને ફરીયાદીને જેમ તેમ બોલવા લાગી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગત તા. ૩-૧૧-૨૬ના સમય દરમ્યાન બનેલા આ બનાવ અંગે ગઇકાલે ફરીયાદ કરવામાં આવી હતી.
ફરીયાદી મંજુબેન દ્વારા ઉપરોકત બનાવ અંગે જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગીંગણી ગામમાં રહેતા શ્યામ મેઘજી વારસકીયા, મયુર ઉર્ફે રાજન મેઘજી વારસકીયા, પ્રણવ રાજન વારસકીયા, બચુ દેવાભાઇ વારસકીયા, રવજી બચુભાઇ વારસકીયાની વિરુઘ્ધ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ ૩૫૨, ૩૫૧(૩), ૫૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે તપાસ ચલાવવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
