જામનગર: ખોટી રીતે કપાત કરેલ રકમ વ્યાજ તેમજ ખર્ચ સહિત ચુકવવાનો હુકમ કરતી ક્નઝયુમર કોર્ટ
હેલ્થ ઈન્શ્યોન્સના નામે લાખો રૂપિયાનું પ્રીમિયમ વસુલતી વીમા કંપનીઓ જ્યારે ક્લેઈમ ચૂકવાનો સમય આવે ત્યારે જુદા જુદા કારણો દર્શાવી ગ્રાહકોની રકમમાં કપાત કરતી હોવાની ફરિયાદો અવારનવાર સામે આવતી હોય છે. ત્યારે જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે આવા જ એક કેસમાં ગ્રાહકની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપીને વીમા કંપનીને રૂ. ૨૭,૮૦૦ વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે.
આ ચુકાદો એવા તમામ હેલ્થ ઈન્શ્યોરન્સ ગ્રાહકો માટે માર્ગદર્શક બની શકે છે, જેમના હોસ્પિટલના બિલમાંથી વીમા કંપનીઓ દ્વારા ઓ.ટી.ચાર્જ અને પ્રોફેશનલ ચાર્જના નામે કમ કાપવામાં આવે છે. જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગના પ્રમુખ પી.સી. રાવલ તથા સભ્ય જે.એચ. મકવાણાની બેન્ચે ફરિયાદમાં ચુકાદો આપતાં ફરિયાદ મંજૂર કરી વીમા કંપનીને ગ્રાહકને રૂ.૨૭,૮૦૦ ફરિયાદ દાખલ કર્યાની તારીખથી વાર્ષિક ૬ ટકા વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવવાનો હુકમ કર્યો છે. ફરિયાદીએ પોતાના પરિવાર માટે વીમા કંપની પાસેથી રૂ.૫ લાખનું હેલ્થ ઈન્શ્યોન્સ કર મેળવ્યું હતું. આ પોલિસી માટે ફરિયાદીએ રૂ.૧૯,૩૬૪ નું પ્રીમિયમ ચૂકવ્યું હતું.
પોલિસીના સમયગાળા દરમિયાન ફરિયાદીના પત્ની અંક્તિા દોશીને બીમારી થતાં રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું. આ સારવાર પાછળ કુલ ૩.૯૭,૫૧૦ નો ખર્ચ થયો હતો. ફરિયાદીએ હોસ્પિટલનાં બિલો, ડિસ્ચાર્જ સમરી અને જરૂરી દસ્તાવેજો સાથે વીમા કંપની સમક્ષ ક્લેઈમ રજૂ કર્યો હતો. ફરિયાદી દ્વારા તમામ જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવા છતાં વીમા કંપનીએ માત્ર રૂ.૬૫,૫૪૮ ની જ ચૂકવણી કરી હતી. તેથી વકીલ મારફત જામનગર જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ફરિયાદીના એડવોકેટ દ્વારા ગ્રાહક આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરી સોગંદનામું તથા વીમા પોલિસી, ક્લેઈમ કોર્મ, ક્લેઈમ કપાતના દસ્તાવેજો, ડિસ્ચાર્જ સમરી અને સારવારનાં બિલો સહિતના દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.બીજી તરફ વીમા કંપની તરફથી એડવોકેટએ દલીલ કરી હતી ત્યારબાદ કોર્ટ ફરિયાદીની ફરિયાદ મંજુર કરતો હુકમ ફરમાવવામ આવેલ છે.
આ કામના ફરિયાદી તરફે જામનગરના યુવા એડવોકેટ ભાર્ગવ પ્રફુલચંદ્ર મહેતા, સતીષ આરનકુમ, સનીરાજસિંહ જાડેજા તથા નરેશ મંગેએ ફરિયાદીને ન્યાય અપાવવામાં સફળતા મેળવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
