જામનગર: સાળાનું અપહરણ કરી ખૂન કરવાની કોશિશમાં બનેવીના સાગરીતને જામીન મુક્ત કરતી સેશન્સ કોર્ટ
આ કામના ફરીયાદી લખુભા ઉર્ફે ક્રીપાલસિંહ દિલુભા વાઢેરના બહેન ચાર વર્ષ પહેલા રિસામણે આવેલ હોય અને ફરિયાદીના બનેવી અશોકસિંહ ભીખુભા ચુડાસમા બે થી ત્રણ વખત તેડવા આવતા ફરિયાદી અને તેમના પરિવારજનોએ પાછા ના મોકલતા તે વાતનો ખાર રાખી ફરિયાદી જ્યારે રાત્રિના દસેક વાગ્યે સુતા હોય અને તેમના પરિવારજનો બહાર ગયેલ હોય તે સમયગાળામાં ફરિયાદીના બનેવી અશોકસિંહ ભીખુભા ચુડાસમા અને તેમના બે મિત્રો હરદેવસિંહ ઉર્ફે ઋષિરાજસિંહ પ્રધુમનસિંહ જાડેજા અને ધુલિયા ભાવેશભાઈ દિનેશભાઈ ફોર વ્હીલ કાર લઈને આવેલા હોય અને ફરિયાદીને જગાડી સમાધાન માટે આવેલા છે તેમ કહી ફરિયાદીના બનેવી અશોકસિંહ એકદમ ઉશ્કેરાઈ ગયેલ હોય અને ભૂંડાગાળો બોલી ફરિયાદીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડી દીધેલ હોય અને જામજોધપુરથી બાલવા ફાટક પાસે આવતા ઋષિરાજસિંહએ જીવલેણ હથિયાર છરીથી જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે મારવા જતાં ફરિયાદી નીચે નમી જતાં માથામાં કપાળમાં લાગેલ હોય અને ફરિયાદીને લોહી નીકળતું હોય તેમ છતા પોતાની કાર જામજોધપૂરથી ત્રણ પાટિયા ત્યાંથી ગોવાણા અને ત્યાંથી ખંભાળિયાં બાયપાસ થઈ જામનગર હાઇવે તરફ લઇ ગયેલ હોય અને રસ્તામાં કંચનપૂર ટોલનાકે ટોલ ભર્યા વિના, ફોર વ્હીલ કાર કાઢીને ફૂલ સ્પીડમાં ચલાઇ ખટિયા ગામના પાટિયા થઈ ઝાખર ગામથી ત્યાંથી વાડીનાર લઈ ગયેલ હતો અને રસ્તામાં ત્રણેય આરોપીઓએ ફરિયાદીને ઢીકા-પાટુનો માર મારી શરીરમાં છરકાઓ કરેલ હતા અને વાડીનારથી પરત કંચનપૂર ટોલનાકે પહોંચતા ટોલનાકાના, માણસોએ ગાડી રોકતા ફરિયાદીને મોકો મળતા ગાડી માથી ઉતરી ગયેલ હોય અને ટોલનાકાના કોઈ માણસે પોલીસમાં ફોન કરતાં પોલીસ આવી જતાં આરોપીઓને પકડી લીધેલ હોય અને ફરિયાદીને સારવાર માટે ખંભાળિયા સરકારી હોસ્પિટલમાં લઈ ગયેલ હતા.
સારવાર બાદ ફરિયાદીને હોસ્પિટલ માથી રજા આપતા ફરિયાદી દ્વારા જામજોધપૂર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુધ્ધ ફરિયાદ નોંધાવેલ હોય જેને અનુસંધાને પોલીસ અધિકારી દ્વારા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધેલ અને તપાસ દરમ્યાન કલમ ૨૩૮(૨) નો ઉમેરો કરેલ હતો.
જેથી આરોપી ધુલિયા ભાવેશભાઈ દિનેશભાઈનાઓની કોર્ટમાં તેમના વકીલ મારફત જામીન અરજી મૂકંવામાં આવેલ અને ફરિયાદી પણ કોર્ટમાં હાજર રહેલ હોય જેથી કોર્ટ દ્વારા બંને પક્ષોની લંબાણ પૂર્વક દલીલો થયેલ હોય જેમાં કોર્ટે દ્રારા શરતોને આધીન તમામ આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ તરફે જામનગરના ધારાશાસ્ત્રી જયેન્દ્રસિંહ એન. ઝાલા, હરપાલસિંહ પી. ઝાલા, તથા કેયૂર કે. અજુડિયા રોકાયેલા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
