દ્વારકાધીશ જગતમંદિરે કાલે પરંપરાગત તુલસી-વિવાહ મહોત્સવ
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજાનું વિશેષ મહત્ત્વ
યાત્રાધામ દ્વારકામાં આગામી તા. ૨૧ નવેમ્બર, શનિવારના રોજ કારતક સુદ અગિયારસ એટલે કે દેવઉઠી એકાદશીના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ અવસરે દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજી અને તુલસીજીના પરંપરાગત વિવાહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ ધર્મમાં દેવઉઠી એકાદશીનું વિશેષ મહત્ત્વ છે. માન્યતા અનુસાર અષાઢ સુદ અગિયારસથી ચાર માસ સુધી યોગનિદ્રામાં રહેલા ભગવાન વિષ્ણુ આ દિવસે જાગૃત થાય છે. આ સાથે જ ચાતુર્માસની પૂર્ણાહુતિ થાય છે અને લગ્ન સહિતનાં શુભ તથા માંગલિક કાર્યોનો ફરીથી પ્રારંભ થાય છે.
મંદિર પરિસરમાં શારદાપીઠ સંચાલિત રાણીવાસના પૂજારી વિજયભાઈ તથા આનંદભાઈ ઉપાધ્યાયના જણાવ્યા અનુસાર શનિવારે સાંજે ૬ વાગ્યે રાણીવાસ ખાતેથી ગોપાલજીના સ્વપની ભવ્ય શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળશે. શહેરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થયા બાદ આ વરઘોડો પુન: રાણીવાસ ખાતે પહોંચશે.
ત્યારબાદ રાત્રિના સમયે રાણીવાસ પરિસરમાં શ્રીજી અને તુલસીજીના વિવાહની ધાર્મિક વિધિ સંપન્ન થશે. બીજી તરફ જગતમંદિરમાં પણ સાંજના ગોધૂલી સમયે નિજમંદિરમાં ઠાકોરજીના બાલસ્વરૂપના તુલસીજી સાથે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિ મુજબ લગ્નોત્સવ યોજાશે. આ પવિત્ર પ્રસંગમાં સહભાગી બનવા માટે દ્વારકાના નગરજનો અને ભાવિક ભક્તોને પૂજારી પરિવાર દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.
દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની વિશેષ પૂજાનું પણ ધાર્મિક મહત્ત્વ રહેલું છે. પૂજારી પ્રણવભાઈના જણાવ્યા અનુસાર આ પર્વ નિમિત્તે ભગવાન વિષ્ણુનાં વિવિધ સ્વરૂપોની ષોડશોપચાર વિધિથી પૂજા કરવામાં આવે છે. શંખ, ઘંટ અને મૃદંગના મંગળધ્વનિ વચ્ચે મંત્રપુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે.
તુલસી માતાને સૌભાગ્યવતીનો શણગાર કરવામાં આવે છે અને શાલિગ્રામજીની સાત પ્રદક્ષિણા કરવાની પરંપરા પણ નિભાવવામાં આવે છે. કારતક સુદ નોમથી તુલસીવ્રત કરનારા ભક્તો બારસના દિવસે પારણાં કરી વ્રત પૂર્ણ કરે છે. આમ, દ્વારકાધીશ જગતમંદિરમાં દેવઉઠી એકાદશીના પાવન પર્વે ધાર્મિક પરંપરા અને ભક્તિભાવ સાથે તુલસી-વિવાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
