જામનગર: મેઘપરમાં ૮.૮૧ લાખના હેરોઈન સાથે પંજાબના બે શખ્સ ઝડપાયા
૪૦.૦૬ ગ્રામ માદક પદાર્થનો જથ્થો અને બે મોબાઇલ કબ્જે : ડ્રગ્સ સપ્લાયર ફરાર
જામનગર જિલ્લામાં નશાકારક પદાર્થોના ગેરકાયદે કારોબાર સામે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત મેઘપર-પડાણા પોલીસની ટીમે મેઘપર ગામમાં દરોડો પાડી ભાડાના મમાંથી ૮.૮૧ લાખની કિંમતનો ૪૦.૦૬ ગ્રામ હેરોઈન સહિતનો માદક પદાર્થ ઝડપી પાડ્યો છે. આ દરોડામાં પંજાબના તરનતારણ જિલ્લાના બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરનાર પંજાબના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
રેન્જ આઇજી નિર્લિપ્ત રાય અને જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના તેમજ લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભાના માર્ગદર્શન હેઠળ મેઘપર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એલ. બારસીયાની રાહબરીમાં પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પો.હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી અને પો.કોન્સ્ટેબલ ગૌતમભાઈ ચાવડાને ખાનગી બાતમી મળી હતી કે મેઘપર ગામમાં કેનેરા બેન્ક પાછળ હરેન્દ્રસિંહ હેમંતસિંહ કંચવાના રૂમોમાંથી રૂમ નંબર ૧૦૧માં ભાડેથી રહેતા બે શખ્સો પાસે માદક પદાર્થનો જથ્થો છે.
આ બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતાં રૂમમાંથી ૪૦.૦૬ ગ્રામ ઓપીએટ પ્રકારનો માદક પદાર્થ (હેરોઈન, મોર્ફીન, કોડીન) મળી આવ્યો હતો, જેની કિંમત ૮,૮૧,૨૦૦ થાય છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ ૮,૯૧,૭૦૦નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે સ્થળ પરથી મનજીતસિંઘ નરંજનસિંઘ (ઉં.વ. ૩૫) અને ચમકુરસિંઘ કુલદીપસિંઘ (ઉં.વ. ૨૭), બંને મૂળ બાકીપુર ગામ, તાલુકો અને જિલ્લો તરનતારણ, પંજાબના રહેવાસી હોવાનું જણાવી ધરપકડ કરી છે. બંને હાલ જામનગર જિલ્લાના મેઘપર વિસ્તારમાં ભાડે રહેતા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં પંજાબના તરનતારણ ખાતે રહેતા બઘેલસિંઘે આ માદક પદાર્થનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ખુલતાં તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે એ.એસ.આઈ. જે.ડી. ઝાલાએ ફરિયાદ નોંધાવતાં મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટની કલમ ૮(સી), ૨૧(બી) અને ૨૯ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરી પીઆઈ એ.એલ. બારસીયાની આગેવાની હેઠળ એ.એસ.આઈ. એમ.એલ. જાડેજા, એ.એસ.આઈ. જે.ડી. ઝાલા, પો.હેડ કોન્સ્ટેબલ સુધીરસિંહ જાડેજા, રોહિતભાઈ થાનકી તથા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ જાડેજા, ગૌતમભાઈ ચાવડા, કરણાભાઈ વસરા, સલીમભાઈ મલેક, મહેશભાઈ જોગલ અને કુલદીપસિંહ પરમાર સહિતના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં અને નજીકના વિસ્તારોમાં તાજેતરમાંથી માદક પદાર્થ સાથે શખ્સોને પકડી લેવામાં આવ્યા હતા, અગાઉ મેઘપર વિસ્તારમાંથી ડ્રગ્સ પકડાયુ હતું જેમાં પણ પંજાબી શખ્સોની સંડોવણી ખુલી હતી. દરમ્યાનમાં વધુ ડ્રગ્સ સાથે બે પંજાબી શખ્સ ઝપટમાં આવ્યા છે જેની વધુ પુછપરછ અને રીમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
