જામનગરમાં પોલીસ પર હુમલા પ્રકરણમાં બે મહિલા રીમાન્ડ પર
૪ કિલો ૭૨૫ ગ્રામ ગાંજો કબજે : બે આરોપીની સધન શોધખોળ
જામનગર શહેરના બાલાજી પાર્ક-૩ વિસ્તારમાં એન્ટી નાર્કોટીક્સ શાખાની ટીમ દરોડાની કાર્યવાહી માટે ગઇ હતી ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં બે મહિલા સહિત ચાર સામે ફરીયાદ દાખલ થઇ હતી, આ પ્રકરણમાં બે મહિલાની અટકાયત કરી રીમાન્ડ પર લીધી છે, તપાસ દરમ્યાન બાચકામાંથી ૪ કીલો ગાંજો મળી આવ્યો છે જયારે હુમલો કરીને નાશી છુટેલા બે શખ્સોની જુદી જુદી ટુકડીઓ દ્વારા સધન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
જામનગર એન્ટી નાર્કોટીક્સ શાખાના બે પોલીસ કોન્સ્ટેબલ ખાનગી મોટરસાઇકલ પર પેટ્રોલિંગમાં હતા, ત્યારે ઢીચડા રોડ પર બાલાજી પાર્ક-૩માં એક મકાન નજીક બે પુરુષ અને બે મહિલાઓ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યાં હતાં. એક શખ્સના હાથમાં પ્લાસ્ટિકનું બાચકું હતું.
પોલીસ કર્મચારીઓએ પોતાની ઓળખ આપી પૂછપરછ કરવાનો પ્રયાસ કરતાં ચારેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ સાથે ઝપાઝપી શરૂ કરી હતી. આ દરમિયાન ધર્મેન્દ્ર ડામોર અને ઠાકોર ડામોરે પથ્થર વડે હુમલો કરતાં કોન્સ્ટેબલ દિવ્યરાજસિંહ જાડેજાને માથા અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી. હુમલા બાદ બંને પુરુષ આરોપીઓ ગાંજાનું બાચકું સ્થળ પર મૂકીને ફરાર થઈ ગયા હતા, જ્યારે બંને મહિલાઓ મકાનમાં જતી રહી હતી.
ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલને ૧૦૮ મારફતે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં પોલીસ નિરીક્ષક ડી.બી. પટેલ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પંચો અને અધિકારીની હાજરીમાં બાચકાની તપાસ કરતાં તેમાંથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો.
વજન કરતાં ૪ કિલો ૭૨૫ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત રૂ.૨,૩૬,૨૫૦ થાય છે. આ પ્રકરણમાં રાધા ડામોર અને મીરા ડામોરની અટકાયત કરાઇ હતી. જયારે ધર્મેન્દ્ર ડામોર અને ઠાકોર ડામોર નાશી છુટયા હોય જેની શોધખોળ આદરી છે, આરોપીઓ એમપીના જાંબવા જીલ્લાના વતની હોવાનું સામે આવ્યુ છે. આ મામલે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ અધિનિયમની જોગવાઈઓ હેઠળ ગુનો નોંધાયો છે.
બન્ને મહિલા આરોપીઓ ને અદાલત સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરતાં ત્રણ દિવસ ના રિમાન્ડ મંજુર કર્યા છે, પોલીસ દ્વારા બંને ફરારીના ફોટા રિલીઝ કરીને અન્ય જિલ્લાઓમાં પણ તેઓને શોધવા માટેની કવાયત ચાલુ રખાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર શહેરમાં દારૂ-બિયર સાથે કુલ ચાર શખ્સ પકડાયા
November 27, 2026 01:12 PMસુરતમાં અકાય ઈન્ડસ્ટ્રીઝ અને અરિહંત ડાયકેમ પર ITના દરોડાઃ 80થી વધુ અધિકારી દ્વારા સર્ચ ઓપરેશન
November 27, 2026 01:12 PMરાજકોટ ગ્રામ્ય પોલીસની કામગીરીનું રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ કર્યું ઇન્સ્પેક્શન
November 27, 2026 01:12 PMજામનગરમાં સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ભાજપ દ્વારા શોભાયાત્રા
November 27, 2026 01:09 PMચીનમાં મહિલા કર્મીઓને મેકઅપ કરવો ફરજિયાત
November 27, 2026 01:06 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
