જામનગરના વોર્ડ નં.૯ માં પાણીનો વેડફાટ, તૂટેલા માર્ગોથી લોકો તોબા
જામનગરમાં ગંભીર જળસંકટ વચ્ચે મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડ નં.૯ માં પાણીનો વેડફાટ અને તૂટેલા માર્ગોથી લોકો તોબા પોકારી ગયા છે તો આશ્ર્ચર્યની સાથે અનેક સવાલ ઉઠ્યા છે. તૂટેલા માર્ગોથી વાહનચાલકો પર અકસ્માતનો ખતરો ઝંળુબી રહ્યો છે. ખોદકામ બાદ માર્ગોનું નવીનીકરણ તો દૂર સમારકામ પણ ન થતાં રહેવાસીઓમાં ભારે રોષની લાગણી ફેલાઇ છે.
જામનગરમાં ચાલુ વર્ષે અપૂરતા વરસાદના કારણે ગંભીર જળસંકટ સર્જાયું છે. કટોકટીની આ સ્થિતિમાં પાણીનું એક એક ટીપું બચાવવું મહત્વનું અને અત્યંત જરી છે. પરંતુ જામનગર મનપાના મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડ નં.૯માં આજે સવારે મહાલક્ષ્મી ચોક પાસે આવેલી ક્ધયા શાળા નજીક આવેલા વીજ ટ્રાન્સફોર્મર પાસે કે જયાં માર્ગ ખોદવામાં આવ્યો હોય તેમાં પાઇપલાઇન પણ તૂટી ગઇ હોય પાણીનો ભારે વેડફાટ થયો હતો. આથી માર્ગ પર પાણીની રેલમછેલ થઇ ગઇ હતી. આટલું જ નહીં આ વોર્ડમાં હવેલી નજીક કુંભારની દુકાનથી સેતાવાડ તરફ જતો માર્ગ કે જે ખોદવામાં આવ્યા બાદ તેનું નવીનીકરણ તો દૂર રહ્યું સમારકામ પણ કરવામાં આવ્યું નથી. આથી આ માર્ગ પરથી પસાર થતાં વાહનચાલકો સ્લીપ થવાના તથા પડવાના બનાવો રોજ બની રહ્યા છે. આથી નાની મોટી ઇજા પણ વાહનચાલકોને થઇ રહી છે. ત્યારે કોઇ જીવલેણ અકસ્માત થશે તો જવાબદારી કોની તે સવાલ પણ ઉઠયો છે. સૌથી મહત્વની બાબત એ છે કે, જો મેયર અને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનના વોર્ડમાં માર્ગ અને પાણીના વેડફાટની આ હાલત હોય તો શહેરના અન્ય વોર્ડમાં તો શું સ્થિતિ હશે તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application