જામનગર જિલ્લાના કાલાવડના મોટી નાગાજર ગામે કૂવામાંથી મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી નાગાજર ગામે વાડીના કૂવામાંથી પરપ્રાંતિય મજૂર મહિલાની અત્યંત કોહવાયેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે.
બનાવની જાણ થતાં કાલાવડ ફાયર ટીમ, કાલાવડ ગ્રામ્ય પોલીસ અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ભારે જહેમત બાદ કૂવામાંથી મહિલાનો મૃતદેહ બહાર કાઢી કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.કે. છૈયા દ્વારા વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહિલાનું મોત કયા સંજોગોમાં થયું તે પોસ્ટમોર્ટમ અને પોલીસ તપાસ બાદ સ્પષ્ટ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદુનિયાના દેશોની સરખામણીએ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું સૌથી સરળ
November 27, 2026 01:24 PMદ્વારકામાં મોબાઇલ ચોરી કરનાર મેઘાલયનો શખ્સ ગીરફતાર
November 27, 2026 01:24 PMદ્વારકાના નાથને આંગણે આવતા ગુજરાતના નાથ દુષ્કાળગ્રસ્ત ખેડુતના ઘરે રાતવાસો કરશે..?: ઇશુદાન ગઢવી
November 27, 2026 01:22 PMવધુ એક યુદ્ધ? બ્રિટને એક લાખ પૂર્વ સૈનિકોને તૈયાર રહેવા સંદેશ મોકલ્યો
November 27, 2026 01:19 PMરાશનકાર્ડ સળગાવ્યું તેવી જ રીતે તને પણ સળગાવી મારી નાખવી છે: પરિણીતાને ધમકી
November 27, 2026 01:16 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
