BREAKING NEWS

રાજકોટના રાજમાર્ગો ઉપરથી 125 રેંકડીઓ, 2245 બોર્ડ-બેનર જપ્ત, 6.77 લાખનો દંડ વસૂલ

  • October 06, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ રાજમાર્ગો ઉપર ત્રાટકી હતી અને કુલ ૧૨૫ રેકડી-કેબીન અને ૨૨૪૫ બોર્ડ-બેનરો જપ્ત કર્યા હતા સાથે જ કુલ રૂ.૬,૭૭,૭૮૫નો દંડ વસૂલ્યો હતો.

સાધુવાસવાણી રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, રૈયા રોડ, મવડી મેઈન રોડ, જ્યુબેલી, ઢેબર રોડ, પરાબજાર, સંત કબીર રોડ, પેડક રોડ, કોઠારીયા રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા હતા.

ઉપરોક્ત ઉપરાંત જપ્ત કરાયેલા પરચુરણ માલ-સામાનમાં ૫૭૩ ચીજ વસ્તુઓ, ૪૭૯૩ કિલો શાકભાજી, ફળ અને ફૂલ વિગેરેનો સમાવેશ થાય છે. મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, જાહેર માર્ગો પર અડચણરૂપ દબાણો સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી ચાલુ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application