જંગલેશ્વરમાં રહેતી કુખ્યાત રમા સંધીએ પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપી દેતા ભકિતનગર પોલીસે જાહેરનામા ભંગ અંગેના બે અલગ અલગ ગુના નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભક્તિનગર પોલીસ મથકના પીએસઆઇ એસ.એચ.ગોહિલ સહિતનો સ્ટાફ શહેર વિસ્તારમાં પરપ્રાંતિય લોકો ભાડેથી રહી ગુન્હાઓ આચરી નાસી જતા હોવાની હકિકત ધ્યાનમાં આવેલ હોય જેથી મકાન- ઔધોગીક એકમ- ઓફીસ- દુકાનનાં માલીક દ્વારા પરપ્રાંતિય લોકોને મકાન,ઔધોગીક એકમ,ઓફીસ,દુકાન ભાડેથી આપતી વખતે નજીકના પોલીસ સ્ટેશનમા નોંધ કરાવવા માટે પોલીસ કમિશ્નરના જાહેરનામા ચુસ્ત પણે અમલવારી કરાવવા ગઈકાલે પેટ્રોલીંગમા હોય તે દરમિયાન જંગ્લેશ્વર શેરી નં ૬ હુશેની ચોક નદી કાંઠે આવેલા મકાનો ચેક કરી પુછપરછ કરતા હતાં અને માહીતી મેળવતા જેમાં રહેમતબેન ઉર્ફે રમાબેન જાવેદ જુણેજાએ પોતાનું જંગ્લેશ્વર શેરી નં ૬ હુશેની ચોક નદી કાંઠે આવેલા મકાન પરપ્રાંતિય માણસને મકાન ભાડે આપેલ હોવાની અને નજીક પોલીસ સ્ટેશનમાં કોઇ નોંધ કરાવેલ ન હોવાની માહિતી મળેલ હતી.
જેથી તે મકાન બાબતે ખરાઇ કરી શેરીનં-૬ માં નદી કાંઠે બે માળનું હોય જેમાં ભાડુઆત તરીકે ભાડે રહેતા હોય તેનું નામ પુછતા પોતાનું નામ રિયાબુદીન ગુલશેર ખાન (ઉવ.૪૨, રહે. જંગલેશ્વર શેરી નં-૬, રહેમતબેન જુણેજાના મકાનમા ભાડેથી, મુળ ગામ અલીગઢ ઉતરપ્રદેશ) હોવાનું જણાવેલ હતું.
તેની પુછપરછ કરતા માસીક રૂ. ૩ હજારના ભાડેથી માલિક રહેમતબેન ઉર્ફે રમાબેન જાવેદ જુણેજા (રહે-નિલકંઠ સોસાયટી) એ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપતાં ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ઉપરાંત તે જ મકાનમાં અન્ય એક પરપ્રાંતીય પરીવાર પણ ભાડુઆત તરીકે રહેતો હોય જે અંગે તપાસ કરતાં માલિક રહેમતબેન ઉર્ફે રમાબેન જાવેદ જુણેજા (રહે-નિલકંઠ સોસાયટી) એ ભાડા કરાર કર્યા વગર મકાન ભાડે આપ્યાનું ખુલતાં બીજો ગુનો પણ દાખલ કર્યો હતો.