ગુજરાતમાં દિવાળી, બેસતા વર્ષ અને ભાઈબીજના તહેવારોની ઉજવણી વચ્ચે નાગરિકો માટે ચિંતાજનક આંકડા સામે આવ્યા છે. તહેવારોના આ ત્રણ દિવસો દરમિયાન રાજ્યભરમાં 108 ઈમરજન્સી સેવાઓને સામાન્ય દિવસોની સરખામણીમાં 13.07 ટકાથી લઈને 25.67 ટકા સુધી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ દરમિયાન રાજ્યભરમાં કુલ 18,513 ઈમરજન્સી કેસો નોંધાયા હતા. આ આંકડો સામાન્ય દિવસોના દૈનિક સરેરાશ 5,248 કેસ કરતા ઘણો વધારે છે, જે તહેવારો દરમિયાન વધતી કટોકટી દશર્વિે છે.
તહેવારોમાં મુસાફરી અને વાહનોની અવરજવર ખૂબ વધી જતી હોય છે, જેના કારણે માર્ગ અકસ્માતના બનાવોમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં રાજ્યમાં સરેરાશ 646 માર્ગ અકસ્માત નોંધાતા હોય છે, જ્યારે દિવાળીના દિવસે આ આંકડો વધીને 1,212, બેસતા વર્ષના દિવસે 1,541 અને ભાઈબીજના દિવસે 1,032 ઙ્કર ઙ્કહોંચી ગયો હતો. વાહનોની કેટેગરી જોઈએ તો, ખાસ કરીને બેસતા વર્ષના દિવસે ટુ-વ્હીલર અકસ્માતના 1,243, થ્રી-વ્હીલરના 87 અને ફોર-વ્હીલરના 164 કેસ નોંધાયા હતા. જિલ્લાવાર સ્થિતિ ઙ્કર નજર કરીએ તો, ત્રણેય તહેવારો દરમિયાન માત્ર અમદાવાદમાં સૌથી વધુ 437 અને સુરતમાં 298 અકસ્માતના કેસ નોંધાયા હતા.
વાહન અકસ્માત ઉઙ્કરાંત બિન-વાહન સંબંધિત ઈજાઓમાં ઙ્કણ દિવાળીએ 75.29% અને બેસતા વર્ષે 57.65%નો વધારો નોંધાયો હતો. ખાસ કરીને મારામારીના બનાવોમાં સામાન્ય દિવસોના સરેરાશ 204 કેસની સરખામણીમાં દિવાળીએ 508, બેસતા વર્ષે 481 અને ભાઈબીજે 333 કેસ નોંધાયા હતા. એકલા અમદાવાદમાં જ ત્રણ દિવસમાં મારામારીના કુલ 296 કેસ સામે આવ્યા હતા.
આ ઉઙ્કરાંત, ફટાકડા ફોડવા કે અન્ય કારણોથી દાઝવાના બનાવોમાં ઙ્કણ તીવ્ર ઉછાળો આવ્યો હતો. સામાન્ય દિવસોના માત્ર 11 કેસની સામે દિવાળીએ 62, બેસતા વર્ષે 26 અને ભાઈબીજે 21 લોકો દાઝ્યા હોવાના કોલ 108ને મળ્યા હતા, જેમાં એકલા દિવાળીના દિવસે અમદાવાદમાં 13 અને સુરતમાં 12 લોકો દાઝ્યા હોવાના કેસ નોંધાયા હતા. લોકોની ભારે અવરજવરને કારણે રાજ્યના મોટા શહેરોમાં ઈમરજન્સી કોલ્સનું પ્રમાણ ખૂબ વધી ગયું હતું.
દિવાળીના દિવસે સુરતમાં 10.91 ટકા અને રાજકોટમાં 6.76 ટકા કોલ્સ વધ્યા હતા. જ્યારે બેસતા વર્ષે વડોદરામાં 25.67 ટકા, રાજકોટમાં 21.71 ટકા અને અમદાવાદમાં 13.52 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. ભાઈબીજના દિવસે ઙ્કણ રાજકોટમાં 14.59 ટકા અને વડોદરામાં 9.58 ટકા વધુ કોલ્સ આવ્યા હતા. આટલા મોટા પ્રમાણમાં કટોકટીના કોલ્સ આવવા છતાં, 108 એમ્બ્યુલન્સ સેવાઓની ટીમ દ્વારા અગાઉથી કરવામાં આવેલા ઉત્તમ આયોજન અને ફિલ્ડ કોઓર્ડિનેશનના કારણે તમામ ઈમરજન્સી સેવાઓ કોઈઙ્કણ વિલંબ વગર અવિરત ચાલુ રહી હતી અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર હોસ્ઙ્કિટલ ઙ્કહોંચાડીને જીવ બચાવવામાં આવ્યા હતા.