પ્રથમ જયોતિલિગ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દેશ–વિદેશના ભકતો દ્રારા અનેકવિધ પ્રસાદ અને મનોરથ અર્પણ કરવામાં આવે છે. પરંપરાગત રીતે, પ્રતિવર્ષ ભીમ અગિયારસ (જેઠ સુદ એકાદશી)ના પવિત્ર અવસરે સોમનાથ દાદાને ફળોના રાજા ગણાતી કેસર કેરીનો ભવ્ય શૃંગાર કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાદેવના ચરણોમાં ૨૫૦૦ કિલોથી વધુ કેસર કેરીનો મનોરથ ધરાવવામાં આવ્યો હતો.ધર્મ અને ભકિતના કાર્યેાની સાથે સમાજ ઉત્કર્ષને વરેલા સોમનાથ ટ્રસ્ટ દ્રારા આ તમામ કેરીઓને પ્રસાદ સ્વપે ગીર સોમનાથ જિલ્લ ા વહીવટી તંત્રના સંકલનથી વેરાવળ તાલુકાની વિવિધ આંગણવાડીઓમાં વિતરિત કરવામાં આવી છે. મહાદેવનો આ પવિત્ર પ્રસાદ હજારો નાના બાળકો સુધી પહોંચાડીને ટ્રસ્ટે ભકિત અને માનવતાના સુભગ સમન્વયનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડું છે