BREAKING NEWS

દક્ષિણ આફ્રિકાના બે શહેરોમાં ગોળીબાર બે હુમલામાં ૨૭નાં મોત, ૨૬ લોકો ઘાયલ

  • September 28, 2026 02:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દક્ષિણ આફ્રિકામાં માત્ર ચાર કલાકના અંતરે થયેલા બે સામૂહિક ગોળીબારમાં ૨૭ લોકોનાં મોત થયા છે અને ૨૬ લોકો ઘાયલ થયા છે. જોહાનિસબર્ગ નજીક એક મદિરાગૃહ અને કેપ ટાઉનના બહારના વિસ્તારમાં આવેલી એક દુકાનને બંદૂકધારીઓએ નિશાન બનાવી હતી. બંને હત્પમલાના આરોપીઓ હજુ પકડાયા નથી અને હત્પમલાનું કારણ પણ સામે આવ્યું નથી.
પ્રથમ હત્પમલો શનિવાર, ૨૬ સપ્ટેમ્બરની રાત્રે આશરે સાડા નવ વાગ્યે જોહાનિસબર્ગથી લગભગ ૮૦ કિલોમીટર દક્ષિણ–પશ્ચિમમાં આવેલા વેડેલા ટાઉનશિપમાં થયો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે એકે–૪૭ રાઇફલ અને પિસ્તોલથી સ આઠ હત્પમલાખોરો એક મદિરાગૃહ પાસે પહોંચ્યા હતા.
હત્પમલાખોરોએ પહેલા મદિરાગૃહની બહાર ઊભેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યેા હતો. ત્યારબાદ તેઓ અંદર ઘૂસ્યા અને ત્યાં હાજર લોકો પર પણ ગોળીઓ વરસાવી હતી. હત્પમલામાં ૧૩ પુષ અને ચાર મહિલાઓ સહિત ૧૭ લોકોનાં મોત થયા હતા. અન્ય ૧૫ લોકો ઘાયલ થયા હતા.
આ હત્પમલાના લગભગ ચાર કલાક પછી રવિવારે વહેલી સવારે એક વાગ્યા બાદ કેપ ટાઉનના બહારના વિસ્તારમાં આવેલા લ્વાન્ડલ ટાઉનશિપમાં બીજી સામૂહિક ગોળીબારની ઘટના બની હતી. બંદૂકધારીઓએ ત્યાં એક દુકાન પર ગોળીબાર કર્યેા હતો. આ હત્પમલામાં ૧૦ લોકોનાં મોત થયા અને ૧૧ લોકો ઘાયલ થયા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application